RBI દ્વારા નિયમનકારી પાલનના અભાવે આઠ સહકારી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે. KYC પર માસ્ટર સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 4 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
RBI એ જણાવ્યું કે વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, સુરતને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમ, 2014ના અમુક માપદંડોના ઉલ્લંઘન બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોગવીરા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ મુંબઈને KYC પર માસ્ટર સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.