રાજ્યમાં કોરોના કહેર યથાવત છે જેમાં રાજ્યના 4 મહાનગરોમાં કોરોના બેકાબુ બન્યો છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત સર્જાય છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ગુજરાત સરકાર અને DRDO દ્વારા 950 બેડvr ઘન્વંતરી હોસ્પિટલ શરૂ કરાઈ છે.
અહીં સ્ટાફની અછત છે તેવામાં ગયા મહિનાના અંતમાં કેરળથી નૌસેનાની 57 સભ્યની મેડિકલ ટીમ આવી હતી.
હવે આંધ્રપ્રદેશના વિશાખાપટ્નમથી 26 સભ્યની મેડિકલ ટીમ રવાના કરાઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને અમદાવાદ DRDO દ્વારા 950 બેડ ઘન્વંતરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં તમામ સ્ટાફની ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પૂરતો સ્ટાફ મળ્યો નથી. લોકોને હોસ્પિટલમાં દાખલ તો કરાય છે પરંતુ ઓછા સ્ટાફના કારણે દર્દીને સારવાર આપવામાં ઘણી સમસ્યા ઉભી થાય છે.
30 એપ્રિલે કેરળની ઇઝહિમાલા નવલ એકેડમીમાંથી 57 સભ્યની મેડિકલ ટીમને ઘન્વંતરી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મોકવામાં આવી હતી. જે 2 મહિના રોકાઈને અમદાવાદની આ હોસ્પિટલમાં સારવાર આપશે.