Raksha Bandhan 2023: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ-બહેનના પ્રેમના આ તહેવાર પર ભદ્રાની છાયા છવાઈ રહી છે. રક્ષાબંધન પર ભદ્રા હોવાથી બહેનો રાત્રે તેમના ભાઈને રાખડી બાંધી શકશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પણ રક્ષાબંધનનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવશે. 30 અને 31 ઓગસ્ટે બહેનો ભાઈઓને રાખડી બાંધશે. પરંતુ ભદ્રાને કારણે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 30 ઓગસ્ટની રાતનુ નીકળ્યુ છે.
રક્ષાબંધન 2023 નો શુભ મુહુર્ત
શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ શરૂ - સવારે 10.58 વાગ્યાથી (30 ઓગસ્ટ 2023)
પૂર્ણિમા તિથિ સમાપ્ત - સવારે 7.05 કલાકે (31 ઓગસ્ટ)
રક્ષાબંધનની તારીખ - 30 ઓગસ્ટ 2023
રક્ષાબંધન પર ભદ્રાનો સમય
ભદ્રા શરૂ - સવારે 10.58 કલાકે (30 ઓગસ્ટ, 2023)
ભદ્રા સમાપ્ત - રાત્રે 9:01 વાગ્યે (30 ઓગસ્ટ 2023)
રાખડી બાંધવાનો શુભ સમય - 30 ઓગસ્ટના રોજ રાત્રે 9.01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 7.05 વાગ્યા સુધી
રાખડી બાંધતી વખતે કરો આ મંત્રનો જાપ
ૐ યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ:
તેન ત્વામપિ બધ્નામિ રક્ષો મા ચલ મા ચલ
ભદ્રા કાળમાં રાખડી બાંધવી કેમ નથી હોતી શુભ ?
ધાર્મિક માન્યતાઓ મુજબ સૂર્ય દેવતા અને છાયાની ભદ્રાને અશુભ માનવામાં આવ્યુ છે. આ જ કારણ છે કે ભદ્રા દરમિયાન બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધતી નથી. ભદ્રાકાળમાં કોઈપણ શુભ કાળ કાર્ય કરવુ સારુ નથી કહેવાતુ. તેથી ભૂલથી પણ ભદ્રા દરમિયાન ભાઈના હાથમાં રાખડી ન બાંધશો. પૌરાણિક માન્યતાઓ મુજબ રાવણને તેની બહેન શૂર્પણખાએ ભદ્રા કાળમાં જ રાખડી બાંધી હતી. પરિણામ સ્વરૂપ રાવણ અને તેના સમગ્ર વંશનો વિનાશ થઈ ગયો. આ જ કારણે ભદ્રામાં રાખડી બાંધવામાં નથી આવતી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને જાહેર માન્યતાઓ પર આધારિત છે. વેબદુનિયા આ અંગે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. સામાન્ય જનતાના રુચિને ધ્યાનમાં રાખીને અત્રે પ્રસ્તુત છે.)