આ મંદિરની એક વધુ ઓળખ છે અહીંનો હાથી. મંદિરના આંગણમાં હાથી મૂકવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી રહી છે. અહીં આવનારા શ્રધ્ધાળુ ભગવાન ગણેશની સાથે જ હાથીની પણ મનોપૂર્વક આરાધના કરતા હતા. અહીંનુ 'સુંદર ગજરાજ' નામનુ હાથી મંદિરના પુજારિઓ અને સાંગલીના રહેવાસીઓની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ ગયુ હતુ. ત્યારબાદ બબલૂ નામનો હાથી પણ શ્રધ્ધાળુઓ માટે એક આકર્ષણનુ કેન્દ્ર બનીને રહ્યો. બબલુ મૃત્યુ પામ્યો હતો ત્યારે લાખો લોકો શ્રધ્ધા સુમન અર્પિત કરવા માટે સાંગલી આવ્યા હતા. આ મંદિરમાં દરરોજ કાકડ આરતી, ભૂપાલે આની સાથે જ ગણેશ અથર્વશિર્ષ, પ્રદક્ષિણા, નવગ્રહ જપ, વેદપરાયણ, બ્રહ્મણસ્પતીસુક્ત વગેરે પૂજા અનુષ્ઠાન સંપન્ન થાય છે. ભક્તોને વિશ્વાસ છે કે અહીં વિરાજેલા ગણપતિ બાપ્પા તેમને કદી નિરાશ નથી કરતા. દરેક વર્ષે ગણેશોત્સવ દરમિયાન મંદિરથી આકર્ષક વરઘોડો નીકળે છે. જેને જોવા માટે ભક્તોની ભીડ જામે છે. આ સમય 'ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા'ની ગૂંજની સાથે લાખો શ્રધ્ધાળુ આ વરઘોડામાં જોડાય છે.
મંદિરમાં આવનારા ભક્તોને સંપુર્ણ વિશ્વાસ છે કે ગણપતિ બાપ્પાની સામે નતમસ્તક થઈને મનોપૂર્વક કરવામાં આવેલી કામના પૂરી થાય છે. તેથી ફક્ત હિન્દુ જ નહી પરંતુ બધા જ ધર્મોના લોકો અહીં આવીને નતમસ્તક થાય છે.
કેવી રીતે જશો ?
સાંગલી ગામ પુનાથી 235 કિ.મી. અને કોલ્હાપુરથી 45 કિમી. અંતરે આવેલુ છે.
રેલમાર્ગ - બધા મુખ્ય શહેરોથી સાંગલી રેલમાર્ગ જોડાયેલો છે.
રોડમાર્ગ- મુંબઈ, પુના અને કોલ્હાપુરથી બસ સુવિદ્યા મળી રહે છે.
વાયુમાર્ગ - નજીકના કોલ્હાપુર વિમાનમથકથી 45 કિમી. અંતરે આવેલુ છે.