બનાવવાની રીત - સૌ પહેલા ચિકનના ટુકડાન એ હળદર, મરચુ દહી અને મીઠુ લગાવીને 20 મિનિટ માટે મૈરીમેટ કરો. જ્યા સુધી ચિકન મૈરિમેટ થાય ત્યાં સુધી એક વાડકીમાં દૂધ અને કાજુની પેસ્ટ તૈયાર કરી લો. તજ, લવિંગ અને કઢી લીમડાને 1 મિનિટ માટે પૈનમાં રોસ્ટ કરો અને તેનો પાવડર બનાવી લો. એક વાસણમાં 1 1/2 ચમચી તેલ ગરમ કરો અને પછી તેમા સમારેલી ડુંગળી નાખી સોનેરી રંગનુ થતા સુધી સાંકળો. પછી તેમા આદુ-લસણની પેસ્ટ નાખો અને 4 મિનિટ માટે મધ્યમ તાપ પર સાંતળતા રહો.
હવે પેનમાં ધાણાજીરુ, જીરા પાવડર, કાળા મરીનો પાવડર નાખીને મિક્સ કરો. ત્યારબાદ પેનમાં કાપેલા ટામેટા નાખો અને ત્યાં સુધી થવા દો જ્યા સુધી તેમાંથી તેલ છુટુ ન પડે. પછી ગેસ બંધ કરો અને મસાલાને ઠંડો થવા દો. પછી આ પેસ્ટને મિક્સરમાં વાટી લો અને બાજુ પર મુકી દો. હવે એક ઊંડી કઢાઈ લો. દોઢ ચમચી તેલ નાખો અને તેમા મેરિનેટ કરેલ ચિકનના પીસ નાખી હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ મુકો. પછી ઢાંકણ બંધ કરીને અને તાપ ઓછો કરીને બીજીવાર તેને 5 મિનિટ માટે રંધાવા દો.
હવે તેને પેનમાં ચિકનની સસથે જ ગરમ મસાલાવાળી પેસ્ટ, કાજૂ પેસ્ટ અને તજ, લવિંગ અને કઢી લીમડાનો પાવડર નાખો. ગ્રેવી વધુ બનાવવા માટે તેમા 1 કપ પાણી પણ નાખો. જ્યા સુધી ચિકનના પીસ એકદમ નરમ ન થઈ જાય ત્યાં સુધી થવા દો. હવે તેમા સ્વાદમુજબ મીઠુ નાખો.
જ્યારે ચિકન તૈયાર થાય ત્યારે સમારેલી કોથમીરથી સજાવીને ગરમા ગરમ સર્વ કરો.