આપ સૌ જાણો છો કે નવરાત્રીનુ શુભ પર્વ ચાલી રહ્યુ છે. નવરાત્રિ પર્વને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ નવ દિવસ દેવી માની સાચા મનથી આરાધના કરવાથી પુણ્ય ફળ મળે છે. આવામાં જો અષ્ટમી અને નવમીના દિવસે કેટલાક ગુપ્ત ઉપાય કરવામાં આવે તો રૂપિયા પૈસા સહિત અન્ય સમસ્યાઓ દૂર થાય છે. તો
શુ છે એ ઉપાય આવો જાણીએ...
નવરાત્રીન બાકી દિવસોની તુલનામાં દુર્ગા અષ્ટમીનો દિવસ થોડો વધુ ખાસ માનવામાં આવે છે. આ દિવસે ખાસ રૂપે દેવી મહાગૌરીની પૂજા થય છે. આવો જાણીએ કેટલાક એવા ઉપાયો જેને કરવાથી દુર્ભાગ્ય દૂર થય છે અને સૌભાગ્ય વધે છે.
1. અષ્ટમીની રાત્રે 12 વાગ્યા પછી તમાર ઘરના મુખ્ય દરવાજા પર શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો. તેનાથી દુર્ભાગ્ય દૂર થાય છે.
2 કોઈ દુર્ગા મંદિરમાં જઈને 8 કમળના ફુલ માતાને અર્પિત કરો માતા પ્રસન્ન થાય છે
3. આ દિવસે કોઈ યોગ્ય પંડિત પાસેથી તમાર ઘરમાં દુર્ગા સપ્તશતીનો પાઠ તમારા ઘરમાં કરાવો. સુખ શાંતિ કાયમ રહેશે.
4. કોઈ કુંવારી બ્રાહ્મણ કન્યાને તેની પસંદના કપડા અપાવો અને સાથે જ કેટલીક ભેટ પણ આપો.
5. 9 કન્યાઓને તમારા ઘરે બોલાવીને ભોજન કરાવો. ભોજનમાં ખીર જરૂર બનાવો. બાલિકાઓને ભેટ પણ આપો.
6. 11 સુહાગન સ્ત્રીઓને લાલ બંગડીઓ અને સિંદૂર ભેટ આપો. તેનાથી ધન લાભ થવાના યોગ બને છે.
7. માતાના મંદિરમાં ફળ જેવા કે કેળા, દાડમ, સફરજન વગેરેનો ભોગ લગાવો. પછી તે ગરીબોમાં વહેંચી દો
8. કોઈ દેવી મંદિરમાં માતાના શ્રૃંગારની સંપૂર્ણ સામગ્રી ભેટ કરો. તેનાથી પરેશાનીઓ ઓછી થશે
9. પાણીવાળુ નારિયળ માથા પરથી 3, 5, 7 અથવા 11 વાર ફેરવીને વહેતા જળમાં પ્રવાહિત કરવાથી મનપસંદ ઈચ્છાઓ પૂરી થશે
10. મહાગૌરીના સ્વરૂપને દૂધથી ભરેલી વાડકીમાં વિરાજીત કરી ચાંદીનો સિક્કો ચઢાવો. પછી સિક્કાને ધોઈને હંમેશા તમારા ખિસ્સામાં મુકો તેનાથી ધન તમારી પાસે રોકાશે.
11. પીપળના અગિયાર પાન લો. તેના પર રામ નામ લખો પત્તાની માળા બનાવીને હનુમાનજીને પહેરાવી દો. તેનાથી બધા પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.
12. સ્થિર લક્ષ્મી પ્રાપ્તિ માટે પાનમાં ગુલાબના 7 પાંદડા મુકીને મા દુર્ગાને અર્પિત કરો.
13. લાલ રંગના ધાબળાના આસન પર બેસીને પૂજન કરો.