રાજસ્થાનમાં હાલ આ સમયે સરકાર બની નથી અને અહી આટલી મોટી ઘટના બની ગઈ. રાજસ્થાનમાં ગોળીઓ ચાલવા લાગી છે. જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂર કરણીસેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોલામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી. સુખદેવ સિંહને ઘરમાં ઘુસીને 4 ગોળીઓ મારવામાં આવી. તેઓ લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. તેમણે કરણી સેના સંગઠનમાં વિવાદ પછી રાષ્ટ્રીય રાજપૂર કરણી સેનાના નામથી જુદુ સંગઠન બનાવી લીધુ હતુ. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા પહેલાથી જ મોટો મુદ્દો હતો અને હવે સરકાર બની નથી અને આવી સ્થિતિમાં આટલી મોટી ઘટના પોતાનામાં જ મોટા સવાલો ઉભા કરી રહી છે.
સુખદેવ સિંહને જયપુરના શ્યામનગર વિસ્તારમાં ગોળી વાગી હતી. જે બાદ તેને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રાજપૂત કરણી સેનાના પ્રમુખ પર ગોળીબાર થયા બાદ સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં સુખદેવ સિંહનુ મોત થઈ ગયુ. સુખદેવ સિંહનુ રાજનીતિમાં સારુ વર્ચસ્વ હતુ. તેમની રાજસ્થાન જ નહી પણ સમગ્ર દેશમાં ઘણી લોકપ્રિયતા પણ હતી. આવો જાણીએ કે છેવટે કોણ હતા સુખદેવ સિંહ ગોગામેડી.
કોણ હતા સુખદેવ સિંહ ગોગામેડી ?
- સુખદેવ સિંહ ગોગામેડી રાજપૂત સમુદાયના મજબૂત નેતા તરીકે ઓળખાય છે. તેમની હત્યા પહેલા તેઓ રાજસ્થાની સંગઠન શ્રી રાજપૂત કરણી સેવાના પ્રમુખ હતા.
- તે 2013માં કરણી સેનામાં જોડાયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ આ સંસ્થા સાથે જોડાયેલા છે. રાજપૂત સમાજમાં સુખદેવસિંહ ગોગામેડીનું ખૂબ સન્માન છે અને યુવાનો તેમને ખૂબ પસંદ કરે છે.
- 2017માં રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં એક મહિલાએ સુખદેવ સિંહ ગોગામેડી પર રેપ અને જબરદસ્તીનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન પીડિતાએ સુખદેવ સિંહને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે બળાત્કાર કરવાની વાત પણ કરી હતી. જોકે બાદમાં પોલીસ તપાસમાં આ કેસ ખોટો સાબિત થયો હતો.
- સુખદેવ સિંહ ગોગામેડી હત્યા પહેલા ઘણા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. જ્યારે કરણી સેનાના સંગઠનમાં વિવાદ થયો ત્યારે ગોગામેડીએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. તેઓ આ સંસ્થાના પ્રમુખ પણ હતા.
- વર્ષ 2017માં જયગઢમાં ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરમિયાન રાજપૂત કરણી સેનાના લોકોએ તોડફોડ પણ કરી હતી. ગોગામેડી ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં થયેલા વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા.
રાજપૂર કરણી સેનાના અધ્યક્ષનુ આ રીતે થયુ મર્ડર
રાજપૂત કરણી સેના પ્રમુખની હત્યા સાથે સંબંધિત વધુ એક ભયાનક CCTV ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં હુમલાખોરો ઘરની બહાર નીકળતી વખતે પણ ફાયરિંગ કરતા જોવા મળે છે. હુમલાખોરોએ ઘરની અંદર પણ ગોળીબાર કર્યો હતો અને જ્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમણે પણ ગોળીઓ ચલાવી હતી. પિસ્તોલમાંથી એક પછી એક ફાયરિંગ કર્યું. આ ખૂબ જ ડરામણો વીડિયો છે. રાજપૂત કરણી સેનાના પ્રમુખની હત્યા બાદ જયપુરમાં ખળભળાટ મચી ગયો છે.