મતદાર મત આપીને બહાર નીકળે ત્યારે તેમની સાથે સર્વેક્ષણ કરનારી સંસ્થાના લોકો પ્રશ્નોત્તરી કરે છે.
પ્રશ્નોત્તરીના આધારે એવું તારણ કાઢવામાં આવે છે કે મતદારે કોને મત આપ્યો હશે.
જુદીજુદી બેઠકો પરથી મતદાન વિશેની માહિતી એકત્રિત કરવામાં આવે છે.
માહિતીનું પૃથક્કરણ કર્યા બાદ અંદાજ કાઢવામાં આવે છે. જે-તે બેઠકો પર ઊભેલા ઉમેદવારોને કેટલા મતો મળશે, તેનું અનુમાન કરવામાં આવે છે.
આવાં અનુમાનોથી કયા પક્ષની મતદાનની ટકાવારી વધી-ઘટી છે તેનો અંદાજ કાઢવામાં આવે છે. આ બધી બાબતોના આકલનને ઍક્ઝિટ પોલ કહેવામાં આવે છે.
આદર્શ આચારસંહિતા શું છે, તે ક્યારે લાગુ થાય છે અને તેનું પાલન ન થાય તો ઉમેદવારને જેલ પણ થાય?