કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાની માતાનુ નિધન, દિલ્હીના એમ્સમાં ચાલી રહ્યો હતો ઈલાજ
, બુધવાર, 15 મે 2024 (12:57 IST)
નવી દિલ્હી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંઘિયાની માતા અને ગ્વાલિયર રાજ ઘરાનાની રાજમાતા માઘવી રાજે સિંઘિયાનુ નિધન થઈ ગયુ છે. તેમની સારવાર છેલ્લા બે મહિનાથી દિલ્હીના એમ્સમાં ચાલી રહી હતી. આજે સવારે 9.28 વાગે તેમને દિલ્હીના એમ્સમાં અંતિમ શ્વાસ લીધા.
ગુરુવારે સાંજે થઈ શકે છે અંતિમ સંસ્કાર
પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના પાર્થિવ દેહને દિલ્હીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ઘરે લાવવામાં આવ્યો છે. અંતિમ દર્શન માટે નશ્વર દેહ અહીં રાખવામાં આવશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમનો પરિવાર ઘરે છે. અહેવાલો અનુસાર, તેમના અંતિમ સંસ્કાર 16 મેની સાંજે કરવામાં આવી શકે છે.
નેપાળના શાહી પરિવાર સાથે હતો માઘવીનો સંબંધ
માઘવી રાજે સિંઘિયા નેપાળના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેમને કિરણ રાજ્ય લક્ષ્મીના નામથી પણ ઓળખવામાં આવતા હતા. તેમના દાદા નેપાળના પ્રધાનમંત્રી રહ્યા છે. વર્ષ 1966માં ગ્વાલિયરના મહારાજા માઘવરાવ સિંઘિયા સાથે તેમના લગ્ન થયા હતા.
આગળનો લેખ