મેઘાલયમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે
ચૂંટણી પંચે મેઘાલયના તમામ 13 મતગણતરી કેન્દ્રો પર સુરક્ષા કડક કરી છે. રાજ્યએ તમામ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષાના પૂરતા પગલા લીધા છે. મુખ્ય ચૂંટણી અધિકારી એફઆર ખારકોંગરે જણાવ્યું હતું કે, "અમે તમામ 12 જિલ્લાઓ અને એક પેટાવિભાગમાં 13 મતગણતરી કેન્દ્રો સ્થાપિત કર્યા છે. મતગણતરી માટે 27 મતગણતરી નિરીક્ષકો અને 500 માઈક્રો ઓબ્ઝર્વર તૈનાત કરવામાં આવ્યા છે. અમે તમામ વ્યવસ્થા કરી લીધી છે." મેઘાલય વિધાનસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાઈ હતી, જેમાં 85.17% નું ઊંચું મતદાન નોંધાયું હતું.