Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુંધા માતાના મંદિરે આભ ફાટ્યું: 5 પ્રવાસી તણાયા, એક મહિલાનું મોત

sudha mata mandir
, શનિવાર, 24 ઑગસ્ટ 2024 (17:04 IST)
sudha mata mandir
ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસીઓ તણાયા હતાં તથા માતાના દર્શને આવેલી એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે.
 
દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુંધા માતાના દર્શને આવેલા પર્યટકોમાં ચાર લોકો ભારે વરસાદને કારણે પર્વત પર ફસાયા છે. જ્યારે મંદિરના પગથિયા પર પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસીઓ તણાયા હતાં તથા માતાના દર્શને આવેલી એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. હાલમાં દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને રોકી દેવામાં આવ્યાં છે. જાલોર જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યાં છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'સનમ બેવફા' ફિલ્મ જોયા બાદ શહેઝાદ અલીએ 20 કરોડ રૂપિયામાં બનાવી હતી હવેલી, આ રીતે તોડી પડી, જુઓ VIDEO