heat wave in india- દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું ચાલી રહ્યું છે. જેના કારણે 270થી વધુ લોકોના મોત થયા છે. એકલા ઉત્તર પ્રદેશમાં 160 થી વધુ લોકોના મોત થયા છે. ગઈકાલે યુપીમાં 162, બિહારમાં 65 અને ઓડિશામાં 41 લોકોના મોત થયા હતા.
ઉત્તર ભારતમાં ઉનાળો ચરમસીમાએ છે. વધતો પારો માત્ર રાજધાની દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ બિહારમાં પણ તબાહી મચાવી રહ્યો છે.
બિહારમાં ગરમીના કારણે 3 દિવસમાં 44 લોકોના મોત, રાજ્યના ઔરંગાબાદમાં 12ના મોતઃ બિહારમાં આકરી ગરમી પડી રહી છે. રાજ્યમાં ગરમીના કારણે 3 દિવસમાં 44 લોકોના મોત થયા છે. રાજ્યના ઔરંગાબાદમાં 12 લોકોના મોત થયા છે. ઝારખંડના પલામુ જિલ્લામાં ભારે ગરમીના લક્ષણોને કારણે એક મહિલા સહિત ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે. ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.