Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અશોક ગહલોત - પહેલા કરતા હતા જાદુ.. હવે બની ગયા રાજકારણના જાદુગર

અશોક ગહલોત - પહેલા કરતા હતા જાદુ.. હવે બની ગયા રાજકારણના જાદુગર
, ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (17:04 IST)
અશોક ગહેલોત રાજસ્થાની રાજનીતિનો એ કદાવર ચહેરો જેનો જાદુ મતદાતાઓને માથે ચઢીને બોલે છે. એક એવો નેતા જે પોતાના સૌમ્ય વ્યવ્હારથી સમર્થકોની સાથે સાથે વિરોધીઓને પણ પોતાના અંદાજથી ઝુકાવી દે છે.   જે સીટ પર તેઓ વિધાનસભા ચૂંટણી લડે ક હ્હે ત્યાની જનતા તેમને દરેક વખતે માથે બેસાડે છે.   પિતા ભલે જ જાદૂગર હતા પણ તેઓ રાજનીતિમાં રહીને લોકો પર જાદૂ કરી રહ્યા હતા. આજે રાજ્સ્થાનની રાજનીતિમાં તેઓ કોંગ્રેસનો સૌથી મોટો ચેહરો છે.  જ્યારે હાઈકમાનને કેન્દ્રમાં કોઈ વિશ્વાસપાત્ર ચેહરાની જરૂર હતી ત્યારે તેમના નામ પર જ આવીને નજર અટકી હતી.  આજે તેઓ રાજસ્થાનમા કોંગ્રેસના નવા સીએમ તરીકે પસંદગી પામ્યા છે.  પ્રદેશની રાજનીતિમાં આજે પણ તેમની પૂરી અસર છે અને તેઓ આ વખતે પણ અહી સરદારપુરા સીટ પરથી ચૂંટણી લડીને ભારે મતોથી જીત્યા છે. 
 
પિતા હતા જાદૂગર - અશોક ગહલોત માળી જાતિ સાથે સંબંધ ધરાવે છે. ખૂબ જ ઓછા લોકો આ વાતને જાણે છેકે તેમના પૂર્વજોનો વ્યવસાય જાદુગરી હતી. ગહેલોતના પિતા સ્વ લક્ષ્મણ સિંહ ગહલોત જાદૂગર હતા. અશોક ગહેલોતે પણ પોતાના પિતા પાસેથી જાદૂ શીખ્યો હતો અને થોડા સમય માટે આ વ્યવસાયને અપનાવ્યો પણ. પણ આ તેમની નિયતી નહોતી.  તેમણે તો રાજકારણના મેદાનમાં રહીને મતદાતાઓ પર જાદૂ કરવો હતો અને તે તેમા સફળ પણ રહ્યા. 
 
કડક ચા ના શોખીન  -  અશોક ગહલોતનો સ્વભાવ ખૂબ જ સરળ અને સાધારણ હતો. તે સામનય લોકોને જ્યારે મળે છે તો તેમનુ કદ તેમના આડે નથી આવતુ. તેમનો અંદાજ જ લોકોને સહજ કરી નાખે છે.  તેમની અંદર ક્યાય પણ મોટા રાજનેતા હોવાનો દંભ નથી છલકાતો. આ વાત જાણીતી છેકે તેઓ પોતાની ગાડીમાં સાધારણ પારલે જી બિસ્કિટ રાખે છે. કડક ચા ના તેઓ ખૂબ જ શોખીન છે. અને જ્યારે પણ ચા ની તલબ જાગે છે તો રસ્તા કિનારે ક્યાય પણ ગાડી રોકીને ચા પી લે છે. તેમનો આ અંદાજ તેમને જમીન સાથે જોડાયેલ નેતાની છબિને વધુ મજબૂત કરે છે. 
 
આને અશોક ગહલોતનો જાદૂ જ કહેવાશે કે જે રાજ્યમાં ક્ષત્રિય, જાટ અને બ્રાહ્મણોનુ વર્ચસ્વ હોય એ માળી જાતિના આ નેતાએ ઊંડી પૈઠ બનાવી લીધી અને તે બે વાર રાજસ્થાનના સીએમ પદ પણ સાચવ્યુ.  1998માં તેમણે તમામ મોટા નેતાઓના પડકાર વચ્ચે સીએમ પદ સાચવ્યુ. 2008માં પણ તેમણે અપ્રત્યાશિત અંદાજમાં મુખ્યમંત્રી પદની કમાન સાચવી. હવે 2018માં તેમણે ગ્વાલિયર રાજઘરાનાની પુત્રી અને ઝાલાવાડ રાજઘરાનાની વહુ વસુંધરા રાજેને સત્તાથી બેદખલ કરી દીધી. રાજસ્થાનમાં તેઓ એક વાર ફરી સીએમ બન્યા છે. 
 
રાજકારણની યાત્રા - અશોક ગહેલોતને વિદ્યાર્થીજીવનથી જ રાજનીતિમાં રસ હતો. આ દરમિયાન તેઓ સમાજસેવામાં પણ સક્રિય રહી ચુક્યા હતા. રાજકારણમાં ઉતરવાની શરૂઆત તેમણે કોગ્રેસના વિદ્યાર્થી એનએસયૂઆઈ દ્વારા કરી. 1973થી 1979માં તેઓ એનએસયૂઆઈ રાજસ્થાનના અધ્યક્ષ રહ્યા. ગહલોત 7મી લોકસભા માટે 1980માં પહેલીવાર જોધપુરથી કોંગ્રેસના ટિકિટ પર જીતીને સંસદ પહોંચ્યા. ત્યારબાદ તેઓ જોધપુરથી જ 8મી 10મી 11મી અને 12મી લોકસભામાં ચૂંટ્ણી જીત્યા. અહીથી સતત શાનદાર પ્રદર્શનનુ ઈનામ તેમણે કેન્દ્રીય મં ત્રી બનવાના રૂપમાં મળ્યુ.  ગહલોતે ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી ને પીવી નરસિંમ્હા રાવના મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યુ. આ ઉપરા6ત તેઓ બે વાર રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહ્યા. પહેલીવાર 1 ડિસેમ્બર 1998ના રોજ મુખ્યમંત્રી બન્યા અને પાંચ વર્ષ સુધી કોંગ્રેસ સરકાર ચલાવી.  ત્યારબાદ તેઓ 2008માં જ્યારે કોંગ્રેસને  ફરીવાર સત્તા મળી તો તેઓ બીજીવાર મુખ્યમંત્રી બન્યા. 
 
ગહલોતની છબિ બેદાગ છે અને તેને તેમના વિરોધી પણ માને છે. પોતાની છબિને લઈને તેઓ ખૂબ જ સજાગ પણ રહે છે. કદાચ આ કારણ છેકે આજ સુધી તેમના પર કોઈ મોટો આરોપ નથી લાગ્યો. વિવાદિત નિવેદનોથી પણ તેઓ ખૂબ દૂર રહે છે. છબિને લઈને તેઓ કેવા અલર્ટ છે તેનો અંદાજ આ વાતથી લાગી જાય છે કે તેમણે પોતાના પુત્રના પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં સામેલ થવાની ત્યા સુધી રાહ જોઈ જ્યા સુધી તેમના ઘુર વિરોધી સી.પી.જોશીએ નામાંકિત ન કર્યુ. આ એ જ સીપી જોશી છે જે 2008માં નાથદ્વારાથી માત્ર એક થી હારી ગયા હતા અને સીએમ બનતા બનતા રહી ગયા હતી. ત્યારે તેમના સ્થાન પર અશોક ગહેલોતને સીએમ બનાવ્યા હતા. 
 
સીએમ પદના પ્રબળ દાવેદાર - ગહલોતે આ વખતે પણ પોતાને પરંપરાગત સીટ સરદારપુરાથી ચૂંટણી લડી અને જીત મેળવી. આ જીત પછી સીમ ઉમેદવાર પર મામલો વધુ ગૂંચવાયો. પણ સીએમ તરીકે કાર્યકર્તાઓમાં તેમની માંગ સૌથી વધુ છે.  રાજસ્થાનની રાજનેતિમાં તેઓ સૌથી વધુ અનુભવી છે.  તેમને બે વાર સરકાર ચલાવવાનો અનુભવ છે. તેઓ કોઈ પ્રકારના વિવાદથી ઘેરાયા નથી.  ગાંધી પરિવારના પણ તેઓ નિકટસ્થ છે.   રાહુલ ગાંધી સાથે તેમનુ ખૂબ બને છે. તેમના પ્રતિદ્વંદી તેમના મુકાબલે અનુભવમાં કમજોર જોવા મળે છે.  તેમનુ ચૂંટણી લડવુ આ વાતનો સીધો સંકેત હતો કે તેઓ સીમ પદના સૌથી પ્રબળ દાવેદર છે. 
 
પરિવાર - અશોક ગહેલોતનો જન્મ 3 મે 1951ના રોજ જોધપુરમાં થયો. અહી પ્રારંભિક અભ્યાસ લીધા પછી ગહલોતે વિજ્ઞાન અને કાયદામાં સ્નાતક કર્યુ. ત્યારબાદ તેમણે અર્થશાસ્ત્ર સ્નાતકોત્તર કર્યુ. ગહલોતના લગ્ન 27 નવેમ્બર 1977માં શ્રીમતી સુનીતા ગહલોત સાથે થયા.  તેમનો એક પુત્ર વૈભવ ગહલોત અને એક પુત્રી સોનિયા ગહલોત છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિજય દિવસ-1971માં ભારતએ કર્યું આ મેસેજ ડિકોડ અને પાકિસ્તાન હારી ગયું...