Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

યુપીમા શ્રમિકોને લઈને આવેલી બસ ઘુસી ન શકી, પ્રિયંકાએ આપી પોલિટિકલ ઓફર

યુપીમા શ્રમિકોને લઈને આવેલી બસ ઘુસી ન શકી, પ્રિયંકાએ આપી પોલિટિકલ ઓફર
, બુધવાર, 20 મે 2020 (08:51 IST)
ઉત્તર પ્રદેશમાં પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવાને લઈને કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે શરૂ રાજકીય ગરમી વધી રહી છે. ઉત્તર પ્રદેશમાં શ્રમિકોને ઘરે મોકલવા માટે કૉંગ્રેસે 1000 બસો આપવાનો પ્રસ્તાવ આપ્યો એ પછી આ મામલે રાજકીય ચર્ચા પકડી છે.
 
કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું કે સરકારે ઇચ્છે તો બસો પર ભાજપના બેનર લગાવી દે પણ એને રોકે નહીં.
 
એમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે હદ કરી નાખી છે. જ્યારે રાજકીય બંધનોને અલગ કરી ત્રાસી ગયેલા અને અસહાય પ્રવાસી ભાઈ-બહેનોને મદદ કરવાનો મોકો મળ્યો તો સામે દુનિયાભરની અડચણો ઊભી કરી.
 
એમણે યોગી આદિત્યનાથને ટૅગ કરીને લખ્યું કે, આ બસો પર તમે ઇચ્છો તો ભાજપ બેનર, તમારા પૉસ્ટર લગાવી દો પણ અમારી સેવાને ન ઠુકરાવો. આ રાજકીય રમતમાં ત્રણ દિવસ બરબાદ થયા છે અને આ ત્રણ દિવસોમાં જ આપણા દેશવાસીઓ રસ્તાઓ પર દમ તોડી રહ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે 16 મેથી આ ચર્ચા ચાલી રહી છે. કૉંગ્રેસની બસોને પ્રવેશ નહીં આપવાના આરોપથી વાત શરૂ થઈ હતી. એ પછી ઉત્તર પ્રદેશ સરકારે કૉંગ્રેસનો 1000 બસો આપવાનો પ્રસ્તાવ સ્વીકારી યાદી માગી હતી અને તેની તપાસ કરવાની વાત કહી હતી.
 
પ્રિયંકા ગાંધીએ ગઈ 19 મેની રાતે કહ્યું કે, યુપી સરકારે પોતે કહ્યું છે કે અમારી 1049 બસોમાંથી 879 બસો તપાસમાં યોગ્ય પૂરવાર થઈ છે. ઉંચા નાગલા બૉર્ડર પર સરકારે અમારી 500થી વધારે બસોને કલાકોથી રોકી રાખી છે અને દિલ્હી સરહદે પણ 300થી વધારે બસો પહોંચી રહી છે. મહેરબાની કરીને આ 879 બસોને તો ચાલવા દો. એમણે એમ પણ કહ્યું કે તેઓ આવતીકાલે 200 બસોની યાદી બનાવીને આપશે અને બેશક યુપી સરકાર એની પણ તપાસ કરી લે.
 
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસે આપેલી 1000 બસોની યાદીમાં કેટલીક બસો અયોગ્ય હોવાનો અથવા તો તે બસને બદલે અન્ય વાહન હોવાનો આરોપ થઈ રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Amphan Cyclone Live Updates: ઓડિશામાં તોફાન સાથે વરસાદ શરૂ, મહાચક્રવાત અમ્ફાન મોટાપાયા પર મચાવી શકે છે તબાહી