બીજેપીની રાષ્ટ્રીય કારોબારી બેઠક આજે પૂરી થઈ છે જેમાં સમાપન ભાષણ પીએમ મોદીએ આપ્યું. પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને ખૂબ મહેનત કરવા માટે કહ્યું અને એ સલાહ આપી કે તે ફાલતુના નિવેદન આપવાથી બચે. પીએમ મોદીએ કહ્યું કે બીજેપી મુસ્લિમો વચ્ચે જાય અને પ્રોફેશનલ મુસ્લિમો સુધી પોતાની વાત સારી રીતે પહોચાડે. આ ઉપરાંત બીજેપીના લોકો મુસ્લિમ સમાજ વિશે ખોટા નિવેદન ન આપે, પીએમ એ પણ કહ્યું કે બીજેપી કાર્યકરો પસમાંદા મુસ્લિમોની વચ્ચે પહોચે.
ભાજપ એક સામાજિક આદોલન - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભાજપ હવે માત્ર એક રાજકીય ચળવળ નથી પણ સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને બદલવા માટે કામ કરતું એક સામાજિક આંદોલન છે. તેમણે કહ્યું કે સામાન્ય ચૂંટણીને હવે 400 દિવસ બાકી છે. સંસ્થાના કાર્યકર્તાઓએ દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ અને જણાવવું જોઈએ કે રસીકરણ હોય કે ફ્રી રાશન હોય કે સર્જિકલ સ્ટ્રાઈક હોય, બધું એટલા માટે થયું કારણ કે તે લોકોએ મતદાન કર્યું હતું.
યુવાનોને જાગૃત કરોઃ પીએમ મોદી
પીએમે કહ્યું કે 18-25 વર્ષની વયજૂથના યુવાનોએ અગાઉની સરકારના કુશાસનને જોયુ નથી અને વર્તમાન સરકાર કેવી રીતે કુશાસનમાંથી સુશાસન તરફ આગળ વધી છે એ પ્રત્યે જાગૃત કરો. પીએમ મોદીએ કહ્યું કે ભારત માટે આ શ્રેષ્ઠ સમય છે અને આપણે દેશના વિકાસમાં યોગદાન આપવા માટે સખત મહેનત કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે અમૃત કાલને કર્તવ્યકાળમાં રૂપાંતરિત કરવું જોઈએ તો જ દેશ ઝડપથી પ્રગતિ તરફ આગળ વધી શકશે.