Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હવે સંસદમાં નેતાઓને નહી મળે સસ્તુ ભોજન, વાર્ષિક લગભગ 17 કરોડ રૂપિયાની સબસીડી થઈ બંધ

હવે સંસદમાં નેતાઓને નહી મળે સસ્તુ ભોજન, વાર્ષિક લગભગ 17 કરોડ રૂપિયાની સબસીડી થઈ બંધ
, બુધવાર, 27 જાન્યુઆરી 2021 (12:03 IST)
સંસદના બજેટ સત્ર 29 જાન્યુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. આ પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મોટો નિર્ણય લેતા સંસદની કૈંટીનમાં ખાવામાં મળનારી સબસીડીને સંપૂર્ણ રીતે ખતમ કરી દીધી છે. આ સાથે જ નવી લિસ્ટ પણ રજુ કરવામાં આવી છે. હવે સંસદની કૈંટીનમાં 100 રૂપિયાના શાકાહારી થાળી અને 700 રૂપિયામાં નોનવેજ બુફે લંચ મળશે. ઉલ્લેખનીય છે કે સંસદની કૈંટીનમાં સબસીડી ખતમ કરવાની માંગ સતત ઉઠી રહી હતી. 
 
નવી રેટ લિસ્ટ પ ર જો નજર કરીએ તો સંસદની કૈંટીનમાં હવે સૌથી સસ્તી રોટલી રહી ગઈ છે, જેની કિમંત ત્રણ રૂપિયા છે. બીજી બાજુ નોનવેજ, બુફે લંચ માટે તમને 700 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત હવે ચિકન બિરયાની 100 રૂપિયા, ચિકન કરી 75 રૂપિયા, ડોસા 30 રૂપિયા, મટન બિરયાની 150 રૂપિયામાં મળશે. હવે વેજિટેબલ પકોડા માટે તમારે 50 રૂપિયા ખર્ચ કરવા પડશે. 
 
 
આ પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કૈંટીનમાંથી સબસીડી ખતમ કરવાની માહિતી આપતા કહ્યુ હતુ કે સાંસદો અને અન્ય લોકોને મળનારી સબસીડી પર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં બધા દળોના સભ્યોએ એક સુર મિલાવતા તેને ખતમ કરવાની સહમતિ બતાવી હતી. હવે કૈંટીનમાં મળનારુ ભોજન નક્કી કરેલી કિમંત પર જ મળશે. 
 
દર વર્ષે સંસદની કૈંટીનને વાર્ષિક લગભગ 17 કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી રહી હતી. 2017-18 માં એક આરટીઆઈમાં સાંસદની રેટ લિસ્ટ સામે આવી હતી. જેના મુજબ સંસદની કૈંટીનમાં ચિકન કરી 50 રૂપિયામાં અને વેજ થાળી 35 રૂપિયામાં આપવામાં આવે છે. બીજી બાજુ થ્રી કોર્સ લંચની કિમંત લગભગ 106 રૂપિયા હતી. આટલુ જ નહી સાઉથ ઈંડિયન ફુડમાં પ્લેન ડોસા સાંસદોને માત્ર 12 રૂપિયામાં મળતુ હતુ. 
 
29 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદ સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સવારે નવ વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રહેશે અને લોકસભાની કાર્યવાહી સાંજે ચારથી રાત્રે આઠ વાગ્યા સુધી તેમણે કહ્યુ કે સંસદ સત્ર દરમિયાન પૂર્વ નિર્ધારિત એક કલાકનો પ્રશ્નકાળની અનુમતિ પણ રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જિઓની 3 બેસ્ટ પ્લાન, 740 જીબી સુધીનો ડેટા અને મફત કોલ્સ સાથે વિશેષ લાભો