નૂપુર શર્માના વિવાદિત નિવેદનનો મામલો ભલે નૂપુરે માફી માંગી લીધી હોય પણ તેમની મુશ્કેલીઓ ઓછુ થવાનુ નામ નથી લઈ રહી. અજમેર દરગાહના હિસ્ટ્રીશીટર સલમાન ચિશ્તી ગેંગે નૂપુર શર્માનુ માથુ વાઢી લાવનારને મકાન આપવાની વાત કહેતા પોતાનો એક વીડિયો વાયરલ કર્યો છે. હાલ ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાનો મામલામાંથી દેશ ઉભરી પણ શક્યો નથી અને હવે એક વધુ વીડિયો વાયરલ થવાથી દેશમા ધર્મની આડમાં એકવાર ફરી હિંસા ભડકી શકે છે.
સલમાન ચિશ્તી એક વ્યાવસાયિક ગુનેગાર છે
નૂપુર શર્માની હત્યા કરનાર વ્યક્તિને ઘર આપવાનો વીડિયો બનાવનાર હિસ્ટ્રીશીટર સલમાન ચિશ્તીનો ગુનાની દુનિયા સાથે જૂનો સંબંધ છે, તેની સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની અનેક કલમોમાં 13 જેટલા કેસ નોંધાયેલા છે.
શુ છે આખો મામલો
બીજેપીની પૂર્વ પ્રવક્તા નુપૂર શર્માએ થોડા દિવસ પહેલા પૈગંબર મોહમ્મદને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી. જ્યારબાદથી જ આખા દેશમાં હંગામો મચી ગયો. નુપૂરના વિરુદ્ધ અનેક રાજ્યોમા કેસ પણ નોંધવામાં આવ્યો અને તેમને અનેક આતંકી સંગઠન તરફથી જીવથી મારવાની ધમકી પણ મળી ચુકી છે.
સુપ્રીમ કોર્ટે પણ લગાવી છે ફટકાર
સુપ્રીમ કોર્ટે જસ્ટિટ સૂર્યકાંત અને જેબી પરદીવાલાની બેંચે વિવાદિત ટિપ્પણી મામલે સુનાવણી કરતા નૂપુર શર્માને દેશ પાસે માફી માંગવાની વાત કરી સાથે જ ઉદયપુરમાં કનૈયાલાલ સાથે થયેલ ઘટના માટે પણ નૂપુર શર્માને જવાબદાર બતાવી હતી.