Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવસારીમાં NGOના સંચાલકોએ બે કરોડ લેવા જતા એક કરોડ ખોવાનો વારો આવ્યો

નવસારીમાં NGOના સંચાલકોએ બે કરોડ લેવા જતા એક કરોડ ખોવાનો વારો આવ્યો
, ગુરુવાર, 18 જુલાઈ 2024 (17:26 IST)
શહેરમાં એક સામાજિક સંસ્થાને 2.20 કરોડ રૂપિયા દાન આપવાનું કહીને તેના બદલામાં કમિશન પેટે 1 કરોડા રોકડાની શરત મૂકી સંસ્થાના સભ્યો પાસેથી શહેરમાં આંગડિયા પેઢીમાં 1 કરોડની રકમ જમા કરાવી પણ સામે 2.20 કરોડોની રકમ NGOના ખાતામાં RTGS ન કરતા NGOના સભ્યોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા ટાઉન પોલીસમાં 4 લોકો સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
 
એક કરોડ આંગડિયામાં જમા કરાવવાની પણ શરત મૂકી 
પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારીમાં અખંડ ભારત અખંડ ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. આ સંસ્થા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોર્પોરેટ અફેરની પરવાનગીથી કાર્યરત છે. જેમાં જરૂરિયાતમંદ વૃદ્ધોની ગંભીર બીમારીને કારણે ચાલતી આજીવન દવા મફતમાં પહોંચાડાય  છે. ત્રણ મહિના અગાઉ શહેરના અનંત પટેલ નામના વ્યક્તિએ તેમના કાર્યની પ્રસંશા કરીને તેમને આકાશ નામના વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરાવી હતી. જેણે મુંબઈની પાનેગા એન્ટરપ્રાઇઝ પાસેથી કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા બે કરોડ 20 લાખ દાન અપાવવાની વાત કરી હતી સામે કમીશન રૂપે એક કરોડ આંગડિયામાં જમા કરાવવાની પણ શરત મૂકી હતી.
 
બંને ગઠિયાઓ પેશાબ કરવા જવાના બહાને ગાયબ થઈ ગયા
અનંતએ આકાશ નામના વ્યક્તિને ઓળખાણ આપીને જણાવ્યું કે, આ ભાઈ CSRના ડોનેશન માટે મીડિયેટરનું કામ કરે છે તેમણે સંસ્થાને બે કરોડ 20 લાખ રૂપિયા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેની સામે પહેલા એક કરોડ રૂપિયા વિજય વિક્રમ એન્ડ કંપની આંગડિયા પેઢીમાં જમા કરાવવાના રહેશે. જે મુજબ કંપનીના દીપ અને ભાવેશ નામના વ્યક્તિ નવસારી આવીને NGO સંચાલક મિલિન્દ ઘાયલ સાથે આંગડિયા પેઢીએ જઈને એક કરોડ રૂપિયા હોલ્ડ કરાવ્યા હતા સામેથી આંગડિયા પેઢી પાસેથી 10 રૂપિયાની નોટ પણ મેળવી હતી તે નોટ દીપ અને ભાવેશને મળે તો જ તે પૈસા આંગડિયામાંથી લઈ શકાય તેવી શરત રાખવામાં આવી હતી. મિલિન્દ ઘાયલ અને દીપ-ભાવેશ ત્રણેય અને મળીને આંગડિયા પેઢીમાં પૈસા જમાવ્યા કરાવ્યા બાદ ફરીવાર પોતાની ઓફિસ આવીને બેઠા હતા. જેમાં RTGSની રાહ જોઈ હતી. તે દરમિયાન દીપ અને ભાવેશ પેશાબ કરવાનું બહાનું કાઢી ત્યાંથી ગાયબ થઈ ગયા હતાં. 
 
પોલીસે કુલ ચાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધ તપાસ શરૂ કરી
મિલિન્દ તેમજ અન્ય સંસ્થાના સભ્યો આંગળીયા પેઢી પર જઈને 10ની નોટ બતાવી પોતાના એક કરોડ રૂપિયા પાછા માંગ્યા હતા. આંગડિયા પેઢીમાં જઈને તેના સંચાલક સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ પૈસા ઇન્દોરના મહેન્દ્ર અંબા આંગડિયામાં ગયા છે અને ત્યાંથી આબિદ કાચવાલા નામના વ્યક્તિએ 1 કરોડ ઉપાડી લીધા હોવાની હકીકત આંગડિયા પેઢી ઉપરથી મળી હતી.જેથી NGO સંચાલકોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયા બાદ ચારેય વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. નવસારી ટાઉન પોલીસે આકાશ, દીપ, ભાવેશ અને આબિદ કાચવાલા મળી કુલ ચાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધ તપાસ શરૂ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુપીના ગોંડામાં ટ્રેન અકસ્માત, ચંડીગઢ એક્સપ્રેસના 5 થી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 4ના મોત