Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

National Voters Day - જાણો કેમ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાતા દિવસ

voters
, ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (12:07 IST)
National Voter's Day- તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 2011માં 25 જાન્યુઆરીએ પ્રથમ વખત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી હતી
 
ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી, ત્યારબાદ 26 જાન્યુઆરીના રોજ દેશમાં બંધારણ અમલમાં આવ્યું હતું. પહેલા આ દિવસને માત્ર યાદ કરવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2011થી તેને એક દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું.

આ રાષ્ટ્રીય મતદાર દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ચૂંટણીલક્ષી જાગૃતિ કેળવવાનો અને તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો છે. દેશના મતદારોને સમર્પિત, રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉપયોગ મતદારો, ખાસ કરીને નવા યુવા મતદારોની નોંધણીની સુવિધા માટે પણ કરવામાં આવે છે., 



વર્ષ ર૦૧૧ થી તા.ર૫ મી જાન્યુઆરીને ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકશાહી ચૂંટણી પ્રક્રિયામાં વધુને વધુ નાગરિકો ભાગીદાર થાય, મતદારોની નોંધણીમાં વધારો થાય, પુખ્તવય મતાધિકાર વાસ્તવિકતા બને અને ચૂંટણી પ્રક્રિયામાં મતદારોની અસરકારક ભાગીદારીતા, મતદારોમાં જાગૃતિ કેળવાય અને એ રીતે લોકશાહીની ગુણવત્તામાં વધારો થાય તેવા ઉદ્દેશથી આગામી તા. ૨૫-૦૧-૨૦૨૦ના રોજ ૧૦મો ‘રાષ્ટ્ર્રીય મતદાતા દિવસ’ ઉજવવામાં આવનાર છે.
 
ચૂંટણી પંચે ''કોઇ૫ણ મતદાર રહી ન જાય'' ( No Voter to be Left Behind ) ના ઉદેશ્યના અસરકારક અમલીકરણ માટે ભવિષ્યના મતદારો, નવા મતદારો, ઔપચારિક શિક્ષણ ન  મેળવતા યુવા મતદારો તથા સરકારી કચેરીઓમાં કામ કરતાં કર્મચારી/અધિકારીઓની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતાને મજબૂત કરવા માટે મતદાર સાક્ષરતા ક્લબ (ELC)નો એક નૂતન અને મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં ભાવિ, યુવા અને શિક્ષણથી વંચિત સમાજના યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બૂમો પાડતો રહ્યો 7 વર્ષનો બાળક, ગંગામાં બાળકને ડુબકી લગાવતા રહ્યા માતા-પિતા, થયુ દર્દનાક મોત