Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લગ્નમાં રસગુલ્લો ન મળતા ચાકુબાજી, એક યુવકનુ મોત, જાન ખાલી હાથ પરત ફરી

લગ્નમાં રસગુલ્લો ન મળતા ચાકુબાજી, એક યુવકનુ મોત,  જાન ખાલી હાથ પરત ફરી
આગરા. , શુક્રવાર, 28 ઑક્ટોબર 2022 (12:26 IST)
યૂપીના આગ્રામાં લગ્ન દરમિયાન રસગુલ્લા ન મળવાથી ચાકુબાજીની ઘટના સાંભળીને લોકો હેરાન થઈ ગયા. અહી લગ્ન સમારંભ માં રસગુલ્લાને લઈને બંને પક્ષ વચ્ચે વિવાદ થઈ ગયો. વિવાદ એટલો વધી ગયો કે ખૂબ જ ચાકુબાજી થઈ જેમા એક વ્યક્તિનુ મોત થઈ ગયુ. જ્યારે કે એક અન્ય ઘાયલ થઈ ગયો. આ ઘટના પછી જાન  નવવધુ વગર જ ખાલી હાથ પરત ફરી. જ્યારે કે એક અન્ય ઘાયલ થઈ ગયો. હંગામો અને મોતની સૂચના પછી ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસમાં ફોર્સ ગોઠવવામાં આવી છે. 
 
જાણો શુ છે આખો મામલો 
 
બુધવારે મોડી રાત્રે આગરામાં એત્માદપુર ગામમાં વિનાયક ભવનમાં ખંદૌલીના વેપારી વકારના પુત્રો જાવેદ અને રાશિદના નિકાહ થઈ રહ્યા હતા. તેમણે જણાવ્યુ કે નિકાહ પહેલા જ રાત્રે જમવા દરમિયાન મેહમાનો વચ્ચે રસગુલ્લાને લઈને  કંઈક વિવાદ થઈ ગયો.  જ્યારે વરઘોડો પહોંચી ગયો તો વધુ પક્ષના લોકોએ જાનનુ સ્વાગત કર્યુ. એવુ બતાવાય રહ્યુ છે કે જાન તો અંદર ગઈ તો ત્યા રસગુલ્લા વહેંચવામાં આવી રહ્યા હતા. એક જાનૈયાએ એકથી વધુ રસગુલ્લા માંગ્યા તો કાઉંટર પર ઉભેલા યુવકે ના પાડી દીધી. ત્યારબાદ બંને વચ્ચે ઝગડો શરૂ થઈ ગયો અને વિવાદ એટલો વધી ગયો કે સમારંભમાં જોરદાર ચાકુબાજી થઈ, કાંટા ચાલ્યા અને ખુરશીઓ ફેંકીને મારવામાં આવી. 
 
બબાલ પછી નારાજ વર પક્ષ, વધુના ઘરમાં માતમ 
 
જોતજોતામાં લગ્નનુ ખુશીનુ વાતાવરણ માતમમા ફેરવાઈ  ગયુ. આ ઘટનામાં જાનમાં આવેલા 20 વર્ષીય સની પુત્ર ખલીલનુ સારવાર દરમિયાન મોત થઈ ગયુ. જ્યારે કે શાહરૂખ ઘાયલ  થઈ ગયો. જાનમાં થયેલી બબાલ પછી વર પક્ષ ખૂબ નારાજ છે અને ખૂબ મનાવ્યા પછી પણ તેઓ માન્યા નહી અને લગ્ન કર્યા વગર જ જાન લઈને પરત જતા રહ્યા. આ ઘટના પછી દુલ્હનના ઘરમાં ગમગીની છવાય ગઈ. 
 
 આગ્રાના ગ્રામીણ પોલીસ અધિક્ષક સત્યજીત ગુપ્તાએ જણાવ્યું હતું કે રસગુલ્લાને લઈને થયેલા ઝઘડા અને છરીના ઘામાં બે લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમણે કહ્યું કે પીડિત પક્ષની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આમાં ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસે આરોપીને ઝડપી લેવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આરોપી ટૂંક સમયમાં પોલીસની કસ્ટડીમાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Animation Day 2022- ક્યારે થઈ એનિમેશનની શરૂઆત? 12મા પછી સારું કરિયર ઑપ્શન, આટલી મળે છે સેલેરી