Gujarat samacar. તાજમહેલની પ્રવેશ ટિકિટ ડિસેમ્બરમાં મોંઘી થવા જઈ રહી છે. શાહજહા અને મુમતાજની કબરવાળા મુખ્ય ગંબદ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ 200 રૂપિયાથી વધુ પ્રવેશ ફી કરવા જઈ રહી છે. ત્યારે 50 રૂપિયાવાળી પ્રવેશ ટિકિટથી પર્યટક માર્બલ પ્લેટફોર્મ સુધી પહોંચી તો પહોંચી જશે. પણ કબર કક્ષમાં પ્રવેશ નહી કરી શકે કબર કક્ષના ગેટ પર જ 200 રૂપિયાથી વધુ ચાર્જ વાળી ટિકિટની તપાસ કરવામાં આવશે.
તાજમેહલમાં ભીડ પ્રબંધન માટે નીરીની ભલામણ પર સ્ટેપ ટિકટિંગનુ પગલુ એએસઆઈ ઉઠાવવા જઈ રહી છે. ડિસેમ્બરથી મુખ્ય ગુબ્બટ માટે અલગથી 200 રૂપિયાની ટિકિટ બધા પર્યટકો માટે લાગૂ થશે. તેમા વિદેશી અને ભારતીય સાથે સાર્ક પર્યટકોને પણ શાહજહા-મુમતાજની કબર જોવા માટે 200 રૂપિયાનો વધારાનો ચાર્જ ચુકવવો પડશે. વર્તમાન 50 રૂપિયાની ટિકિટ ચમેલી ફર્શથી ઉપરવાળા માર્બલ પ્લેટફોર્મ સુધી જ ઉપયોગ કરી શકાશે.
પર્યટક સીઢી દ્વારા પ્લેટફોર્મ પર જઈને ચરે બાજુ અને યમુના કિનારાની તરફ ફરી શકશે પણ અંદર પ્રવેશ નહી કરી શકે. ગુંબજની અંદર જવા માટે ગેટ પર જ કૈનોપી લગાવવામાં આવશે. જ્યા વધુ ટિકિટની તપાસ થશે. પહેલા ચમેલી ફર્શ પર જ પર્યટકોને રોકવાનો પ્રસ્તાવ હતો. પણ મંત્રાલયે તેને સંશોધિત કરી માર્બલ પ્લેટફોર્મ સુધી જવાની અનુમતિ આપી છે.
અધીઅ પુરાતત્વ વિશેષજ્ઞ વસંત કુમાર સુવર્ણકારે જણાવ્યુ કે દિલ્હી મુખ્યાલયથી જ્યારે એકસ્ટ્રા ટિકિટનો આદેશ આવી જશે ત્યારથી નવી ટિકિટના દર લાગૂ કરવામાં આવશે. અમારી પૂરી તૈયારી છે.
તાજ પરિસરની લાઈનથે એમળશે મુક્તિ
તાજમહેલ પરિસરની અંદર 1500 થી 1800 મીટર લાંબી ભારતીય પર્યટકોની લાઈન લાઈન છે. જે મુખ્ય ગુંબદમાં કબર જોનારાઓ માટે હોય છે. ડિસેમ્બરથી પ્રસ્તાવિત નવી ટિકિટથી કબર જોનારાઓની સંખ્યા ઓછી થશે. આવામાં લાઈનથી મુક્તિ મળી શકશે. એએસઆઈ કર્મચારી અને સીઆઈએસએફના જવાન લાઈનને નિયંત્રિત કરવામાં લાગ્યા રહે છે હવે તે સુરક્ષા અને પર્યટકોના પ્રબંધનમાં લાગી શકશે.