ઓડિસાના સ્વાસ્થ્યમંત્રી નબ કિશોર દાસ પર રવિવારે જીવલેણ હુમલો થયો છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસના સિનિયર અધિકારીના હવાલાથી જણાવ્યું છે કે આ હુમલો ઝારસુગુડા જિલ્લામાં થયો.
એએનઆઈ અનુસાર, જિલ્લાના બ્રજરાજનગર પાસે અમુક અજ્ઞાત બદમાશોએ દાસને ગોળી મારી દીધી, જેનાથી તેઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા. આ ઘટના ત્યારે થઈ જ્યારે નબ કિશોર દાસ બ્રજરાજનગરની ગાંધી ચોક પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા.
ગોળીથી ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. હજુ સુધી આ હુમલા પાછળનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું
આ હુમલા બાદ વિસ્તારમાં તાણની સ્થિતિ પેદા થઈ ગઈ છે. બીજૂ જનતા દળના સિનિયર નેતા દાસ ઝારસુગુડા વિધાનસભા બેઠકથી 2009થી ધારાસભ્ય છે.
એએનઆઈ સાથે થયેલ વાતચીતમાં એક પ્રત્યક્ષદર્શી અને વ્યવસાયે વકીલ રામ મોહન રાવે જણાવ્યું કે, “જ્યારે તેઓ આવ્યા ત્યારે ભીડ તેમને લેવા પહોંચી, તેમાં અમુક સુરક્ષાકર્મીઓ સામેલ હતા. એ જ દરમિયાન એક અવાજ આવ્યો અ ભીડમાંથી પોલીસ ઑફિસર દોડીને ભાગ્યો. ભાગવા દરમિયાન તેણે ફાયરિંગ કર્યું, અમને લાગ્યું કે જેણે ગોળી મારી, તેમણે એને લક્ષ્યમાં રાખીને ફાયરિંગ કર્યું હતું. ગોળી છાતીમાં લાગી છે.”