ઉત્તરાખંડમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ અનિયમિતતાઓ બહાર આવી છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) નો રિપોર્ટ 2018 થી માર્ચ 2021 સુધીનો છે. ઓડિટ રિપોર્ટ બાદ ઉત્તરાખંડ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 43 હોસ્પિટલોનું ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી. રાજ્યની પાંચ હોસ્પિટલોમાં નિયત બેડની ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. એક જ નંબર પરથી ઘણા દર્દીઓની સારવાર બતાવવામાં આવી છે. દર્દીઓના મૃત્યુની વિગતો લીધા વગર 15 લાખ 35 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 5,178785 આયુષ્માન કાર્ડ બની ચૂક્યા છે.
આયુષ્માન ભારત યોજનાનો લાભ લેનારા દર્દીઓની સંખ્યા 85066 હોવાનું જાણવા મળ્યું હતું. યોજનામાં ગેરરીતિ આચરનાર 53 હોસ્પિટલોને દૂર કરવામાં આવી છે અને 140 કરોડ રૂપિયાના દાવા રદ કરવામાં આવ્યા છે.