Central Government Employee DA Hike: કોરોના મહામારી વચ્ચે, મોદી સરકારે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને રાહત આપીને મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો છે. જે બાદ હવે મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધીને 28 ટકા થઈ ગયું છે. કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે કેબિનેટની બ્રીફિંગ દરમિયાન કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પગારદારોના મોંઘવારી ભથ્થાને 28 ટકા કરી દેવામાં આવ્યો છે. આ 1 જુલાઈ 2021 થી લાગૂ થશે.
મોદી સરકાર દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામં આવ્યો છે જ્યારે ગયા વર્ષે આના પર રોક લગાવવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી પહેલા 1 જાન્યુઆરી 2020 સુધી ડીએ ને રોકવામાં આવ્યુ હતુ અને પછી તેને વધારીને 1 જુલાઈ 2021 સુધી રોકવામાં આવ્યુ હતુ. કેન્દ્ર સરકાર તરફથી આ નિર્ણય કોરોના માહામારી વચ્ચે સરકારની ઘટતી આવક અને કલ્યાણકારી યોજનાઓ પર વધતા ખર્ચને કારણે લેવામાં આવ્યો હતો.
મોંઘવારી ભથ્થાના ત્રણ ડીએ પેંડિગ છે. આ 1 જાન્યુઆરી 2020 થી લઈને 30 જૂન 2020 - 4 ટકા, 1 જુલાઈ 2020 થી લઈને 31 ડિસેમ્બર 2020 સુધી 3 ટકા અને 1 જાન્યુઆરી 2021થી લઈને 30 જૂન 2021 સુધી 4 ટકા. મોંઘવારી ભથ્થા પર લાગેલી રોક હટાવ્યા પછી કેંદ્રીય કર્મચારીઓને ટેક હોમ સેલેરી, પ્રોવિડેંડ ફંડ કંટ્રીબ્યુશન અને ગ્રેચ્યુટીમાં મોટો વધારો જોવા મળી શકે છે.
શુ છે મોંઘવારી ભથ્થું - મોંઘવારી ભથ્થું એ સેલરીનો એક ભાગ છે. આ કર્મચારીના પ્રાથમિક સેલરીના એક નિશ્ચિત ટકામાં હોય છે. દેશમાં મોંઘવારીની અસરને ઘટાડવા સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપતી હોય છે. આને સમય-સમયે વધારવામાં આવે છે. રિટાયર્ડ કર્મચારીઓને પણ આનો લાભ મળતો હોય છે.
ચાલો આપણે જાણીએ કે મોંઘવારી ભથ્થાનો પ્રતિબંધ હટાવ્યા પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થઈ શકે છે. જેવુ કે આપણે બધા જાણીએ છીએ કે સાતમા પગારપંચ મુજબ, લેવલ-1 કર્મચારીનો મિનિમમ ગ્રેડ પે 1800 અને તેમની બેસિક સેલેરી 18 હજારથી લઈને 56,900 ની વચ્ચે છે. આ એન્ટ્રી લેવલના આ કર્મચારી જેમની બેસિક સેલેરી 18 હજાર છે તેમના પ્રોવિડેંટ ફંડ અને ટેક્સમાં કપાત પહેલા ટેક-હોમ સેલેરીમાં 1980 રૂપિયાનો વધારો થશે.
15 મહિના પછી આજે કેન્દ્રીય કેબિનેટની ફિઝિકલ મીટિંગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક થઈ રહી છે. આ બેઠકમાં વેક્સિનેશન અને નબળી પડેલી અર્થવ્યવસ્થા જેવા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે. બેઠકમાં PM અને બાકીના મંત્રીઓ વીડિયો-કોન્ફરન્સનાં માધ્યમથી નહીં, પરંતુ પ્રત્યક્ષ રૂપથી જોડાયેલા છે. આની પહેલાં પાછલા વર્ષે એપ્રિલમાં પ્રત્યક્ષ બેઠક થઇ હતી. લોકડાઉનમાં લગભગ દરેક અઠવાડિયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક થતી હતી.