Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સલમાન ખાન અને અક્ષય કુમાર સહિત 38 ફિલ્મી કલાકારો પર નોંધાયો કેસ, જાણો શુ છે મામલો

સલમાન ખાન અને અક્ષય કુમાર સહિત 38 ફિલ્મી કલાકારો પર નોંધાયો કેસ, જાણો શુ છે મામલો
નવી દિલ્હી. , મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (17:58 IST)
બોલીવુડ કલાકારો મોટાભાગે પોતાના ફેંસ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. આ દરમિયાન કેટલાક કલાકારો એવી ભૂલ થઈ જાય છે જેને કારને હવે 38 કલાકારો મુશ્કેલીમા ફસાયય ગયા છે.  ઉલ્લેખનીય છે કે આ કલાકારો 2 વર્ષ જૂના કેસમાં મામલો નોંધવામાં આવ્યો છે. 
 
2019નો છે આ મામલો 
 
વર્ષ 2019માં હૈદરાબાદમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. જેમા એક યુવતીની સાથે 4 લોકોએ ગેંગરેપ કરી તેને જીવતી સળગાવી દીધી હતી. આ સમાચારથી આખા દેશમાં હંગામો મચી ગયો હતો. લોકોએ આ મામલે સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સામાન્ય જનતા ઉપરાંત અનેક ફિલ્મી હસ્તીઓએ પણ આ કેસમાં પોતાની નારાજગી અને દુખ પ્રગટ કર્યુ હતુ.  આવામાં કેટલાક કલાકારોએ પીડિતાની ઓળખ ઉજાગર કરી દીધી હતી. 
 
આ કલાકારો વિરુદ્ધ નોંધાયો મામલો 
 
હવે અજય દેવગન  (Ajay Devgn), અક્ષય કુમાર (Akshay Kumar),સલમાન ખાન (Salman Khan), અનુપમ ખેર
  (Anupam Kher), રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને ફરહાન અખ્તર (Farhan Akhtar) સહિત 38 સ્ટાર  કલાકારો પર પીડિતાની ઓળખ જાહેર કરવા માટે  કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ બળાત્કાર પીડિતાનું નામ, ફોટો અથવા વાસ્તવિક ઓળખ જાહેર કરવી એ કાયદાની દ્રષ્ટિએ અપરાધ છે.
 
વકીલે ધરપકડની કરી માંગ 
 
આવી સ્થિતિમાં હવે દિલ્હીના વકીલ ગૌરવ ગુલાટીએ આ કલાકારો વિરુદ્ધ શાકભાજી માર્કેટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 228Aના હેઠળ ફરિયાદ નોંધીને તીસ હજારી કોર્ટમાં અરજી દાખલ કરી છે. ગૌરવ ગુલાટીએ પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે આ કલાકારોએ સામાન્ય લોકો માટે મિસાલ બનવુ જોઈએ, પણ તેને બદલે આ લોકોએ પોતે જ નિયમો તોડી રેપ પીડિતાનુ નામ જાહેર કરી રહ્યા છે. વકીલે પોતાની અરજીમાં આ કલાકારોની ધરપકડ કરવાની માંગ કરી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં બે કલાક્માં 2 ઇંચ વરસાદ, સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા