Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Omicrone corona - ઓમિક્રોને વધારી ચિંતા, મુંબઈમાં ઘારા 144 લાગૂ

Omicrone corona - ઓમિક્રોને વધારી ચિંતા, મુંબઈમાં ઘારા 144 લાગૂ
, શનિવાર, 11 ડિસેમ્બર 2021 (12:15 IST)
મુંબઈમાં ઓમિક્રોન (mumbai omicron cases) ના કેસ આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં આવી ગઈ. અહી 11.12 ડિસેમ્બરના માટે ધારા 144 લાગૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલી, જુલુસ અને મોરચા પર પણ પ્રતિબંધ લાગાવાયો છે. 
 
આદેશનુ પાલન ન કરવા પર ભારતીય દંડ સંહિતાની ધારા 188 અને અન્ય કાયદાકીય જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 17 કેસ સામે આવી ચુક્યા છે. 
 
મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રોનના 7 મામલા સામે આવ્યા હતા. તેમાથી ત્રણ કેસ મુંબઈ અને 4 કેસ પિપરી ચિંચવડ મહાનગરપાલિકામાં મળ્યા છે. મુંબઈમાં મળેલ સંક્રમિત દર્દીઓની વય 48, 25 અને 37 વર્ષ છે. આ ત્રણ નાગરિક તંજાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકી દેશથી આવ્યા છે. જ્યારે કે પિંપરી ચિંચવડમાં મળ્યા ચારેય કેસ નાઈજીરિયન મહિલાની સાથે કોન્ટ્રેક્ટ આવ્યા હતા. 
 
મુંબઈમાં આ બે કારણે ધારા 144 લાગૂ 
 
સૂત્રો મુજબ મુંબઈમાં બે કારણોથી ધારા 144 લાગૂ કરવામાં આવી છે.  પહેલુ કારણ કે મુંબઈમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની રેલી થવાની છે. આ માટે તમામ કાર્યકર્તા મુંબઈ આવી રહ્યા છે. મો. ઈમ્તિયાઝ જલીલ અને અન્ય કાર્યકર્તા ઔરગાબાદથી પણ આવી રહ્યા છે. જો કે આ રેલીને હાલ મંજુરી મળી નથી. આ રેલી મુસ્લિમ અનામતની માંગને લઈને યોજાવાની છે. બીજુ કારણ છે કે સંજય રાઉતના નિવેદન પર ભાજપા મુંબઈમાં પ્રદર્શન કરવા જઈ રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતમાં ક્રિપ્ટોકરેંસી પર PM લેશે અંતિમ નિર્ણય, સંસદમાં રજુ થશે ક્રિપ્ટો બિલ