Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અસમમાં અતિક્રમણ હટાવવા દરમિયાન હિંસા, 2 પ્રદર્શનકારીઓના મોત, 9 પોલીસ કર્મચારી ઘાયલ

અસમમાં અતિક્રમણ હટાવવા દરમિયાન હિંસા, 2 પ્રદર્શનકારીઓના મોત, 9 પોલીસ કર્મચારી ઘાયલ
, ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (19:26 IST)
અસમના દરાંગ જીલ્લાના ઘૌલપુર ગોરુખુટી વિસ્તારમાં ગુરૂવારે સ્થાનીક લોકો અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ ગઈ. અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન પોલીસ અને સ્થાનીક લોકો વચ્ચે ઝડપમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને નવ પોલીસ કર્મચારી અને બીજા અનેક ઘાયલ થઈ ગયા. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસા ત્યારે થઈ જ્યારે ટીમ રાજ્ય કૃષિ પરિયોજના સાથે સંબંધિત જમીન પરથી ગેરકાયદેસર અતિક્રમણકારીઓને હટાવવા ગઈ હતી. 
 
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પોલીસકર્મીઓ પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવતા પણ જોવા મળ્યા હતા. પોલીસનું કહેવું છે કે અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન પ્રદર્શનકારીઓએ વિરોધ કર્યો અને પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો. એસપી સુશાંત બિસ્વા સરમાએ કહ્યું કે અમારા નવ પોલીસકર્મી ઘાયલ થયા છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા આસામ કેબિનેટે અતિક્રમણ કરનારાઓ પાસેથી જમીનને સંપૂર્ણ રીતે વસૂલવાનો અને તેને રાજ્ય કૃષિ પ્રોજેક્ટમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો
 
આસામ સરકારે સોમવારે દરાંગ જિલ્લાના ધોલપુર ગોરુખુટી ગામમાં મોટાપાયા પર અતિક્રમણ અભિયાન શરૂ કર્યા બાદ 800 થી વધુ પરિવારો બેઘર થઈ ગયા હતા. સરકારે આ અભિયાનમાંથી 4,500 વીઘા જમીન પરત મેળવી . આ ગામમાં મોટાભાગે પૂર્વ બંગાળના મુસ્લિમો રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહામારી વિરુદ્ધ ઉઠાવેલા પગલાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના કર્યા વખાણ, કહ્યુ - જે ભારતે કર્યુ એ બીજા દેશ ન કરી શક્યા