ઓનલાઈન સામાન વેચનારી કંપની અમેજન કનાડામાં પોતાની વેબસાઈટ પર ભારતના ઝંડાવાળા ડોર મેટ વેચી રહી હતી. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સુધી જ્યારે તેની ફરિયાદ પહોંચી તો તેણે કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતાવણી આપી. સુષમાના સખત રવૈયા પછી કંપનીએ વેબસાઈટ પરથી આ પ્રોડક્ટને હટાવી લીધુ છે. પણ અમેજન તરફથી હજુ સુધી માફી માંગવામાં આવી નથી. અમેજન કનાડામાં તિરંગાવાળા ડોરમેટ મતલબ પગલૂંછણિયા જેનો ઉપયોગ ઘરમાં થાય છે વહેચી રહ્યુ હતુ
અમેજને આ ડોરમેટની કિમંત લગભગ 36 ડોલર મતલબ ભારતીય રૂપિયામાં તેની કિમંત 2450 રૂપિયા રાખી છે.
ભારતીય તિરંગાવાળા ડોરમેટને વેચાતુ જોઈ સરકાર હરકતમાં આવી અને સુષમાએ અમેઝનને આ અપમાનજનક ઉત્પાદોને તરત હટાવવાનુ કહ્યુ. સુષમાએ ટ્વીટ કર્યુ, "અમેઝને તરત જ માફી માંગવી જોઈએ. અમારા તિરંગાના અપમાન કરનારા દરેક પ્રોડક્ટને અમેજને પરત લેવા પડશે. આવુ ન કર્યુ તો અમેજનમાં કામ કરી રહેલ કોઈપણ વ્યક્તિને ભારતનો વીઝા આપવામાં આવશે નહી. જો કોઈની પાસે પહેલાથી વીઝા છે તો તેને રદ્દ કરી દેવામાં આવશે." ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસો પહેલા અમેઝનના પ્રમુખ જેફ બેજોજ ભરતના પ્રવાસ પર આવ્યા હતા અને તેમણે પાંચ અરબ ડૉલરના રોકાણનુ વચન આપ્યુ છે. બીજી બાજુ ભારતમાં પણ કંપની ઝડપથી પોતાના વેપારનો વિસ્તાર કરી રહી છે. આવામાં જો વિવાદ વધ્યો અને અમેઝને માફી ન માંગી તો કંપનીને તેનુ ભારે નુકશાન ઉઠાવવુ પડી શકે છે.