Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Aligarh Muslim University - ઈજરાયલના વિરોધમાં અલીગઢ યૂનિર્વર્સિટીમા વિદ્યાર્થીઓએ માર્ચ કાઢ્યુ. ફલસ્તીનના સમર્થનમાં લગાવ્યા નારા

aligardh
, સોમવાર, 9 ઑક્ટોબર 2023 (14:28 IST)
aligardh
અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય(એએમયૂ)માં રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરિસરમાં ફલસ્તીનના સમર્થનમાં રેલી કાઢીને પ્રદર્શન કર્યુ. અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા. ઈઝરાયલના વિરોધમાં નારેબાજી પણ કરી. પ્રદર્શનનો વીડિયો ઈંટરનેટ મીડિયા પર પણ પ્રસારિત થઈ રહ્યો છે. 

 
એએમયૂ વિદ્યાર્થી મોડી સાંજ પહેલા મૌલાના આઝાદ લાઈબ્રેરી કૈંટીંપર એકત્ર થયા. અહીથી પ્રદર્શન કરતા પગપાળા જ બાબે સૈયદ માટે રવાના થયા. વિદ્યાર્થીઓએ અલ્લાહ હૂ-અકબર અને નારા-એ-તકબીરના નારા લગાવ્યા અને બાબે સૈયદ પર વિદ્યાર્થીઓએ ભાષણ પણ આપ્યુ. 
 
કહ્યુ ફલસ્તીનીયો પર જુલ્મ થઈ રહ્યો છે. તેમની જમીન પર કબજો કરવામાં આવી રહ્યો છે. જ્યારે તે પોતાની જમીન માટે લડે છે તો તેમને આતંકવાદી કહેવામાં આવે છે. આ માટે મીડિયા પર પણ વિદ્યાર્થીઓએ નારાજગી બતાવી. 
 
સાંસદ બોલ્યા - વિદ્યાર્થી નેગેટિવ વાતાવરણ બનાવી રહ્યા છે 
 
બીજેપી સાંસદ સતીશ ગૌતમે પેલેસ્ટાઈનના સમર્થનમાં એએમયુના વિદ્યાર્થીઓની માર્ચ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. એવું કહેવાય છે કે AMUના વિદ્યાર્થીઓ હંમેશા આવા કૃત્યો કરે છે જેનાથી દેશમાં નકારાત્મક વાતાવરણ સર્જાય છે.
 
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ વિરોધી નીતિ સમગ્ર વિશ્વમાં ઉદાહરણ તરીકે રહી છે. એએમયુનો વિદ્યાર્થી બુરહાન વાની પણ આ માનસિકતાના કારણે આતંકવાદી બન્યો હતો અને સેના દ્વારા માર્યો ગયો હતો. આજે ઇઝરાયેલ પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરી રહ્યું છે. હું તેમને સમર્થન આપું છું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૂવાનગરી અમદાવાદમાં સદનસીબે એક યુવકનો જીવ બચ્યો, તંત્રની બેદરકારીને કારણે યુવક ઊંડા ભૂવામાં પડ્યો