Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અખિલેશ યાદવ, જેમને પીએમ મોદીએ યાદ કરાવ્યા; ભારે પડ્યુ હતો તે એક મજાક

અખિલેશ યાદવ, જેમને પીએમ મોદીએ યાદ કરાવ્યા; ભારે પડ્યુ હતો તે એક મજાક
, ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (11:34 IST)
2017માં વિધાનસભા ચૂંટણી વખતે અખિલેશ યાદન અને રાહુલગાંધીની જોડી તરફ ઈશારો કરતા કહ્યું કે તેમનો ઘમંડ એટલો હતો કે ગુજરાતના બે ગધેડા આ શબ્દનો પ્રયોગ 
 
પણ તેમણે કર્યો હતો. જોકે ઉત્તરપ્રદેશે તેમને બરોબરનો પાઠ ભણાવ્યો હતો. 
 
ઉત્તરપ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણી વખતે અખિલેશ યાદવે ગુજરાત ના ગધેડા આ શબ્દો ચૂંટણીની રેલીમાં વાપર્યા હતા. જેમા તેમણે પીએમ મોદી પર નિશાન સાંધ્યુ 
 
હતું. જે મામલે પીએમ મોદીએ એવું કહ્યું હતું કે ગધેડાઓથી પ્રેરણા લઈને મહેનત કરો. 
 
અખિલેશ યાદવે એવું કહ્યું હતું કે અમારા સાથીઓએ ટીવી પર જોયું હશે કે ગધેડાની જાહેરાત આવે છે. સાથેજ તેમણે કહ્યું હતું કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કહીશું કે તમે ગુજરાતના ગધેડાઓનો પ્રચાર ન કરો. 
 
પીએમ મોદીએ અખિલેશના આ નિવેદનને મુદ્દો બનાવી દીધો હતો. તેઓ દરેક રેલીઓમાં તેમના પર પ્રહાર કરતા હતા જેથી અખિલેશ યાદવને ઘણું નુકશાન થયું હતું. પીએમ મોદીએ કહ્યું કે અખિલેશ યાદવને ખબર નથી કે ગધેડા પણ આપણાને પ્રેરણા આપે છે. જેથી મગજ સાફ હોય તો પ્રેરણા લઈ શકાય છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે ગધેડા પણ તેના માલિકના વફાદાર હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP Election 2022- યુપી ચૂંટણી 2022 - પ્રથમ તબક્કાનું મતદાન 58 બેઠકો પર મતદાન ચાલુ, અનુભવીઓની પ્રતિષ્ઠા દાવ પર