Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

15 નવેમ્બર પછી સમગ્ર દેશમાં ઠંડીનો કહેર... 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, IMD અપડેટ

15 નવેમ્બર પછી સમગ્ર દેશમાં ઠંડીનો કહેર... 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, IMD અપડેટ
, બુધવાર, 30 ઑક્ટોબર 2024 (10:22 IST)
સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે. કેટલીક જગ્યાએ ઠંડીની અસર દેખાવા લાગી છે. જોકે, ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં પણ રાજધાની દિલ્હીમાં ગરમી અને ભેજ યથાવત છે. તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહે છે અને પ્રદૂષણનું સ્તર એટલુ વધી ગયું છે કે શ્વાસ રૂંધાવા જેવો છે. દિવાળી દરમિયાન હવાનું પ્રદૂષણ અને ધુમ્મસ પણ વધવાની ધારણા છે.
 
5 નવેમ્બર સુધી સમગ્ર દેશમાં શુષ્ક હવામાન રહેશે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ 5 નવેમ્બર સુધી દેશભરમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે. જો કે દિવાળી બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

IMD અનુસાર, 15 નવેમ્બર પછી સમગ્ર દેશમાં ઠંડીની અસર શરૂ થશે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થશે અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડી વધશે. જો દિલ્હીમાં વરસાદ પડે તો વાયુ પ્રદૂષણ અને ધુમ્મસથી રાહત મળવાની આશા છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે, રુ.284 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે