Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

યૂપીમાં આગરા-લખનૌ એક્સપ્રેસવે પર બસે 9 વિદ્યાર્થીઓને કચડ્યા, 6 વિદ્યાર્થી સહિત 7ના મોત

યૂપીમાં આગરા-લખનૌ એક્સપ્રેસવે પર બસે 9 વિદ્યાર્થીઓને કચડ્યા, 6 વિદ્યાર્થી સહિત 7ના મોત
, સોમવાર, 11 જૂન 2018 (11:19 IST)
આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર સોમવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના થઈ. તેજ ગતિથી આવતી રોડવેઝ બસે 9 વિદ્યાર્થીઓને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં 6 વિદ્યાર્થીઓ સહિત 7ના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા. જ્યારે કે 3 ઘાયલ છે. એવુ કહેવાય રહ્યુ છે કે વિદ્યાર્થી ટૂર પર હરિદ્વાર જઈ રહ્યા હતા.  ઘટના પછી બસ ડ્રાઈવર ફરાર છે. આસપાસના લોકોએ પોલીસને દુર્ઘટનાની સૂચના આપી. 
 
આ દુર્ઘટના કન્નોજ જીલ્લાના તિર્વા ગામ પાસે આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર સોમવારે સવારે 4 વાગે થઈ.   સૂત્રોના જણાવ્યા મુજબ સંતકબીર નગરના પ્રેમાદેવી ઈંટર કોલેજના લગભગ 550 વિદ્યાર્થીઓ હરિદ્વાર એજ્યુકેશન ટૂર પર જઈ રહ્યા હતા. 
 
સોમવારે સવારે લગભગ 4 વાગ્યે કેટલીક બસોનુ ડીઝલ ખતમ થઈ ગયુ હતુ. એક્સપ્રેસ પર તિર્વા કોતવાલી ક્ષેત્રમાં બધી બસોને રોડ કિનારે ઉભી કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થી એક બસથી બીજી બસમાં ડીઝલ ભરી રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલ રોડવેઝની બસ અનિયંત્રિત થઈ ગઈ અને  હાઈવે પર ઉભા 9 વિદ્યાર્થીઓએન કચડી નાખ્યા. દુર્ઘટનામાં 6 વિદ્યાર્થી અને એક શિક્ષકે ઘટનાસ્થળ પર જ દમ તોડયો. 
 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનામાં જીલ્લા પ્રશાસન એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.  સરકારે મૃતકોના પરિવારને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની મદદ આપવાનુ એલાન કર્યુ. 
 
બાદમાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિને સંભાળી લીધી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 302 કિલોમીટર લાંબા લખનઉ-આગરા એક્સપ્રેસવે 6 લેન વાળો છે. આ એક્સપ્રેસવેનો બનાવવામાં તેર હજાર બસ્સો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાગપુરમાં ભાજપા કાર્યકર્તા સહિત પરિવારના 5 સભ્યોની થઈ હત્યા