અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા અને પુત્રી ઈવાંકા સાથે સોમવારે ભારત પહોંચ્યા. ભારત પ્રવાસમાં તેઓ અમદાવાદ પછી તાજમહેલના દીદાર કરવા આગરા પહોંચ્યા. લેડી મેલાનિયા ટ્રમ્પ દિલ્હીના હેપ્પિનેસ ક્લાસ પણ જશે. બાળકો સાથે મુલાકાત કરશે. આમ તો ભારત આવેલ ટ્રમ્પ પરિવારના અનેક કિસ્સા જાણીતા છે. તેમના એજ્યુકેશન બૈકગ્રાઉંડની અનેક એવી રસપ્રદ વાતો છે જે ખૂબ જ ઓછા લોકો જાણે છે.
ઈવાંકા ટ્રમ્પ - લગ્ન માટે બદલ્યો હતો ધર્મ
ન્યૂયોર્કના મેનહેડનમાં 30 ઓક્ટોબર 1983ના રોજ જન્મેલી ઈવાંકા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાનાની પુત્રી છે. ડોનાલ્ડ ટ્રંપ અને ઈવાનાનુ વર્ષ 1991માં છુટાછેડા થયા. જ્યારે ઈવાંકા ફક્ત 9 વર્ષની હતી. ઈવાંકાના કુલ 4 ભાઈ બહેન છે. તેમા બે ભાઈ એક બહેન અને એક ભાઈ (ડોનાલ્ડ ટ્રમ્પના બીજા પત્નીથી) ઈવાંકા અંગ્રેજી સાથે ફ્રેચ પણ બોલે છે. તેણે વર્ષ 2009માં યહુદી ધર્મ અપનાવીને જરેડ કુશનર સાથે લગ્ન કર્યા હતા. ઈવાંકા ત્રણ બાળકોની માતા છે.
એજ્યુકેશન - બોર્ડિંગ શાળામાંથી કર્યો અભ્યાસ
ઈવાંકાનો શરૂઆતનો અભ્યાસ એક પ્રાઈવેટ ગર્લ્સ ચૈપિન સ્કુલમાં થયો. જ્યા તેણે 15 વર્ષ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે કોએટ રોજમેરી નામના બોર્ડિંગ શાળામાં મોકલવામાં આવી. એક ઈંટરવ્યુમાં ઈવાંકાએ જણાવ્યુ હતુ કે તેને બોર્ડિંગ શાળા બિલકુલ ગમતી નથી. તેનુ કહેવુ છે કે બોર્ડિગ શાળા એક જેલ છે જે બાળકોને તેના પરિવારથી અલગ કરી નાખે છે. આ જ કરણે તે વારેઘડીએ શાળા બદલતી રહી. શાળાનો અભ્યાસ પુરો કર્યા પછી ગ્રેજ્યુએશન માટે જોર્જટાઉન યુનિવર્સિટીમાં એડમિશન લીધુ. જ્યા 2 વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી તે પૈસિલવેનિયા યુનિવર્સિટીમાં ટ્રાંસફર થઈ ગઈ. અહીથી તેણે ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યુ.
કેરિયર - ટ્રંપ એમ્પાયર સાચવવા સાથે બિઝનેસવુમન પણ
અભ્યાસ પુરો કર્યા પછી ઈવાંકાએ ફોરેસ્ટ સિટી એંટરપાઈઝ નામ કંપનીમાંથી કેરિયરની શરૂઆત કરી. અહી તે રિયલ સ્ટેટ મેનેજમેંટ અને ડેવલોપમેંટ માટે કામ કરતી હતી. થોડા સમય પછી વર્ષ 2007માં તેણે ખુદનો જ્વેલરી બિઝનેસ શરૂ કર્યો. 2011 સુધી તેણે પોતાનો ફેમિલી બિઝનેસ જોઈન કરવાનો નિર્ણય લઈ લીધો.
ટ્રમ્પ એમ્પાયરમાં એક્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડેંટના પોસ્ટ પર કામ કરી રહેલ ઈવાંકા હેજ ફંડની 100 મહિલાઓની લિસ્ટમાં પણ સામેલ છે. જે મહિલાઓને ફાઈનેશિયલી મદદ કરવા માટે કામ કરે છે. એક મોડલની પુત્રી હોવાને કાર્ણે ઈવાંકા પોતાના ફેશનને લઈને ખૂબ અવેયર રહે છે. આજે ઈવાંકા ખુદનો એક ફેશન બિઝનેસ ચલાવી રહી છે. તેમા જ્વેલરીથી લઈને હૈડબેગ, કપડા જૂતા બધુ જ મળે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ - અમેરિકી રાષ્ટ્રપતિ
અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન 1946માં ન્યૂયોર્ક સિટીના ક્વીસમાં થયો હતો. તેમના માતા પિતા મરિયમ એની અને ફેડેરિક ટ્રમ્પ (એક બિલ્ડર અને રિયલ એસ્ટેટ વેપારી)
પ્રેસ્બિટેરિયન ઈસાઈ ધર્મને માનનારા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના 5 ભાઈ બહેનોમાંથી એક હતા. ટ્રમ્પએ ત્રણ લગ્ન કર્યા જેમા પહેલા લગ્ન ઈવાના (મૉડલ)સાથે વર્ષ 1977માં કર્યા. જે 1991 સુધી ચાલ્યા. ત્યારબાદ
1993માં માર્લા (અભિનેત્રી) સાથે લગ્ન કર્યા જે 1999માં ડાયવોર્સ લઈ લીધા. ત્યારબાદ 2005માં મેલાનિયા (મૉડલ)સાથે લગ્ન કર્યા છે.
એજ્યુકેશન - મિલિટ્રી શાળામાંથી પુરો કર્યો અભ્યાસ
ટ્રમ્પના અભ્યાસની શરૂઆત કેવ ફોરેસ્ટ શાળા, ફોરેસ્ટ હિલ્સ, ન્યૂયોર્કથી થઈ. 13 વર્ષની વયમાં તેમણે ન્યૂયોર્ક મિલિટ્રી શાળામાં મોકલવામાં આવ્યા. તેમણે ફોડર્મ વિશ્વવિદ્યાલય અને પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયના વાર્ટન સ્કુલ ઓફ ફાઈનેસ એંડ કોમર્સમાંથી અભ્યાસ કર્યો. વર્ષ 1964માં ગ્રેજ્યુએશન સમયે તે સ્ટાર એથલીટ અને વિદ્યાર્થી નેતાના રૂપમાં ઉભરાયા.
કેરિયર વ્યવસાયી અને લેખક હોવાની સાથે ટીવી કલાકાર પણ
પોતાના કોલેજના સમયથી જ ટ્ર્મ્પના પિતાની કંપની એલિજાબેથ ટ્રમ્પ એંડ સન મા કામ કરવુ શરૂ કરી દીધુ હતુ. આજના સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના વ્યવસાયી, લેખક, ટીવી કલાકાર અને અમેરિકાના 45માં રાષ્ટ્રપતિના રૂપમાં ઓળખાય છે. તેમનુ રિયલ સ્ટેટનો પણ ખૂબ મોટો વ્યવસાય છે. ટ્રમ્પનો સંબંધ કોઈ રાજનીતિક કુટુંબ સાથે નથી તેથી આજે તેમની આ સફળતાનો શ્રેય ડોનાલ્ડ ટ્રમ્પને ખુદને જ જાય છે.
મેલાનિયા ટ્રમ્પ - એક સમયે ટ્રમ્પ સાથે લગ્ન કરવાનો કર્યો હતો ઈંકાર
યુએસ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પનો જન્મ 26 એપ્રિલ 1970માં સ્લોવેનિયાના નોવો મેસ્ટોમાં થયો. તેના પિતા એક કાર ડિલર હતા. જ્યારે કે તેમની માતા એક ડિઝાઈનર હતી. મેલાનિયા એક બહેન અને ભાઈ
(સાવકો)મા સૌથી મોટી છે. વર્ષ 1996માંન્યૂ ન્યૂયોર્કના એક ફેશન પાર્ટી દરમિયાન મેલાનિયાની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ. જ્યારે મેલાનિયા ટ્રમ્પને એક નજરમાં જ ગમી ગઈ. શરૂઆતમાં તો મેલાનિયાએ
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધ બાંધવાની ના પાડી અપ્ણ પછી તેમણે વર્શ 2005માં ટ્રમ્પ સાથે લગ્ન કરી લીધા. જ્યારબાદ તેમણે વર્ષ 2006માં ટ્રમ્પની પાંચમી સંતાન બૈરન વિલ્યમ ટ્રમ્પને જન્મ આપ્યો.
કેરિયર મોડેલિંગ કેરિયર માટે છોડો અભ્યાસ
મેલાનિયાએ પાંચ વર્ષની વયથી જ પોતાના મોડેલિંગ કેરિયરની શરૂઆત કરી હતી. પછી 16 વર્ષની થતા તેણે સ્લોવેનિયાના એક ફેશન ફોટોગ્રાફર સાથે ફોટોગ્રાફી શરૂ કરી દીધી. ત્યારબાદ બે વર્ષ પછી મિલાનની મોડેલિંગ એજંસી સાથે કામ કરવા લગી. ત્મણે લુબ્લિયાનાની એક યુનિવર્સિટીમાં એડમિશન પણ લીધુ. પણ્ણ મોડેલિંગમાં કેરિયર બનાવવા માટે મેલાનિયાએ એક વર્ષ પછી જ કોલેજ છોડી દીધી. પોતાના મોડેલિંગ કેરિયરની શરૂઆતમાં તેણે મિલાન અને પેરિસમાં પણ કામ કર્યુ. જ્યારબાદ વર્ષ 1996માં તે ન્યૂયોર્ક શિફ્ટ થઈ ગઈ. પછી તેણે અનેક નામી ફોટોગ્રાફર સાથે કામ કરવુ શરૂ કરી દીધુ.