25 વર્ષ પહેલા રજુ થયેલ ફિલ્મ ધ લૉયન કિંગ હજુ પણ અનેક દર્શકોના મગજમાં તાજી હશે. આ ડિઝ્ની ક્લાસિકને ફરીથી રિએક્રિએટ કરવામાં આવી છે. ફોટોરિયલિસ્ટિક કમ્પ્યુટર એનિમેશનને કારણે આ ફિલ્મ એક જુદી મજા આપે છે.
તકનીકને તો નવા અંદાજમાં રજુ કરી છે પણ સ્ટોરીમાં કોઈ નવી વાત ન જોડવાને કારણે ફિલ્મ રૂટીન જેવી લાગે છે. પહેલીવાર ફિલ્મ જોઈ રહેલ દર્શકો માટે પણ આગળની સ્ટોરીનુ અનુમાન લગાવવુ મુશ્કેલ નથી.
ગૌરવભૂમિના રાજા મુફાસા છે જે પોતાના પુત્ર સિમબાને રાજ્ય સાથે પરિચિત કરાવે છે. આ રાજ્ય પર મુફાસાના ભાઈ સ્કારની નજર છે. સત્તા મેળવવા માટે સ્કાર ષડયંત્ર રચે છે. મુફાસા માર્યો જાય હ્ચે અને તેનો આરોપ સિમ્બા પર લાગી જાય છે.
ગૌરવભૂમિમાં પોતાના મા સરાબી અને પ્રેમિકા નાલાને છોડી સિમ્બા દૂર જતો રહે છે. ગૌરવભૂમિ પર સ્કાર અને હાયનાનુ રાજ થઈ જાય છે અને પરિસ્થિતિ બેકાબુ થઈ જાય છે. સિમ્બા કેવી રીતે ગૌરવભૂમિ પર કબજો મેળવે છે અને પોતાના પર લાગેલો આરોપ દૂર કરે છે એ આ ફિલ્મનો સાર છે.
નિર્દેશક જૉણ ફેવરુએ રીમેકને ગંભીરતાથી લેતા ફિલ્મની સ્ટોરીમાં વધુ ફેરફાર નથી કર્યા. પણ 1994માં રજુ થયેલ ફિલ્મમાં જે ઈમોશન્સ હતા તે આ ફિલ્મમાં મિસિંગ છે. મુફાસાની મૃત્યુ દર્શકો પર ઊંડી અસર છોડતી નથી કે સિમ્બામાં સ્કાર સાતે બદલો લેવાની એ આગ જોવા મળતી નથી.
ફિલ્મનો ક્લાઈમેક્સ પણ પ્રભાવી નથી બની શક્યો. સિમ્બા દ્વારા પોતાના રાજ્યને ફરીથી મેળવવાનો જે રોમાંચ હોવો જોઈએ તે નહિવત છે. આ કામ ઉતાવળભર્યુ લાગે છે અને લાગે છે કે સિમ્બાએ જે ઈચ્છ્યુ તે બધુ તરત થઈ ગયુ. વધુ સંઘર્ષ જ ન કરવો પડ્યો.
કમીઓ છતા ફિલ્મ જો બાંધીને મુકે છે તો તેનો શ્રેય તકનીકી ટીમને જાય છે. તેમને નાનામાં નાની ડિટેલ્સ પણ એટલી સફાઈથી રજુ કરી છે કે બધુ વાસ્તવિક લાગે છે. ભલે કરોળિયુ જાળુ બનાવી રહ્યુ હોય કે કીડીઓ પોતાના કામ પર લાગી હોય કે તમરુંને પકડવામાં આવી રહ્યો હોય કે પછી લક્કડખોદની બક બક હોય. દરેક સીન જોવા લાયક છે અને થ્રી ડી ઈફેક્ટ્સની અસરને વધુ ઊંડી કરે છે. પુમ્બા અને ટિમોનના પાત્ર મજેદાર છે અને આ ખૂબ હસાવે છે. તેમના આવતા જ ફિલ્મ ખૂબ જ મનોરંજક થઈ જાય છે.
ફિલ્મ પોતાને અલગ જ દુનિયામાં લઈ જાય છે અને મુફાસા-સિમ્ભાની સ્ટોરી સંદેશ આપે છે કે ભાઈચારા અને શાંતિ સાથે દુનિયામાં રહેવુ એ એક સારો વિકલ્પ છે.
નિર્દેશક જૉણ ફેવરુની કલ્પનાશીલતાને ટેકનીકલ ટીમે સારી રીતે સ્ક્રીન પર ઉતારી છે. જો નિર્દેશક સ્ટોરીમાં ઉતાર ચઢાવ અને ઈમોશન્સ પણ નાખી દે તો ફિલ્મમાં વધુ નિખાર આવી જતો. શાહરૂખ ખાન અને તેમના પુત્ર આર્યન ખાને મુફાસા અને સિમ્બાના પાત્ર માટે હિન્દી વર્ઝનમાં પોતાનો અવાજ આપ્યો છે. શાહરૂખનુ કામ ઠીક છે અને પહેલી ફિલ્મમાં જ આર્યને પોતાની અવાજથી પ્રભાવિત કર્યા છે. પણ બાજી જીતી જાય છે સંજય મિશ્રા અને શ્રેયસ તલપદે.
એકદમ બમ્બઈયા સ્ટાઈલમાં બંનેયે હિન્દી બોલી છે અને પુમ્બા અને ટિમોનના પાત્રોને યાદગાર બનાવ્યા છે. અસરાની અને આશીષ વિદ્યાર્થીએ પણ પોતાના આવજાનો જાદુ વિખેર્યો છે.
ફિલ્મના ગીત મજેદાર નથી અને હિન્દી અનુવાદમાં તેમની મૂળ આત્મા ગુમ થઈ ગઈ છે. હિન્દી સંવાદ ઠીક છે. થોડી મહેનત વધુ કરવી જોઈતી હતી.
ધ લૉયન કિંગ ભલે અપેક્ષા કરતા થોડી ઓછી હોય પણ બાળકો સાથે એકવાર જોવા લાયક છે.
નિર્માતા - વૉલ્ટ ડિઝ્ની પિક્ચર્સ
નિર્દેશક - જૉણ ફેવરુ
વાઈસ ઓવર - શાહરૂખ ખાન, આર્યન ખાન, આશીષ વિદ્યાર્થી, અસરાની, સંજય મિશ્રા, શ્રેયસ તલપદે