Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Movie Review: ભંસાલીની સિગ્નેચર સ્ટાઈલમાં બની છે 'બાજીરાવ-મસ્તાની'

Movie Review: ભંસાલીની સિગ્નેચર સ્ટાઈલમાં બની છે 'બાજીરાવ-મસ્તાની'
, શુક્રવાર, 18 ડિસેમ્બર 2015 (14:07 IST)
હિસ્ટોરિકલ લવ સ્ટોરી 
ફિલ્મનુ નામ - બાજીરાવ મસ્તાની 
ક્રિટિક રેટિંગ - 4 
સ્ટાર કાસ્ટ - રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા 
ડાયરેક્ટર - સંજય લીલા ભંસાલી 
પ્રોડ્યૂસર - સંજય લીલા ભંસાલી 
મ્યુઝિક ડાયરેક્ટર - સંજય લીલા ભંસાલી 
 
ગોલીયો કી રાસલીલા રામલીલા જેવી શાનદાર હિટ પછી સંજય લીલા ભંસાલી એકવાર ફરી પોતાની નવી ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' સાથે ઑડિયંસ વચ્ચે છે. આ ફિલ્મમાં તેમણે મરાઠા પેશવા શાસકોની ભવ્યતાને સિનેમાના પડદા પર બતાડવાની કોશિશ કરી છે.  તેને ભંસાલીએ પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં બનાવ્યુ છે.  પડદા પર ફિલ્મના સેટ અને કલાકારો દ્વારા પહેરેલ કૉસ્ટ્યૂમ તેની ભવ્યતાને બતાવે છે. એક્શન સીન્સને વીએફએક્સ દ્વારા ફિલ્માવવામાં આવી છે. 
 
ફિલ્મની સ્ટોરી - રણવી સિંહે ગ્રેટ મરાઠા વૉરિયર પેશવા બાજીરાવનુ પાત્ર ભજવ્યુ છે. બાજીરાવ એક સારા યોદ્ધા અને એવા શાસક છે જે પોતાનુ સામ્રાજ્ય ફેલાવવા માંગે છે. પ્રિયંકાએ બાજીરાવની પત્ની કાશીબાઈ જ્યારે કે દીપિકાએ બાજીરાવની બીજી પત્ની મસ્તાનીનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં લવ સ્ટોરી મુખ્ય એંગલ છે. મસ્તાની સાથે મુલાકાત પછી બાજીરાવ તેનો દીવાનો થઈ જાય છે. તે મસ્તાની સાથે લગ્ન કરી તેને પુણે લઈને આવે છે.  બાજીરાવની લાઈફમાં મસ્તાનીનુ આવવુ શાહી પેશવા ફેમિલીને ગમતુ નથી. બાજીરાવની પહેલી પત્ની કાશીબાઈ પણ મસ્તાનીની દખલથી પરેશાન છે.  સ્ટોરીમાં બાજીરાવ-મસ્તાની અને કાશીબાઈને લઈન એક જોરદાર લવ ટ્રાએંગલ બને છે. આ કેન્દ્રમાં શાહી ફેમિલીમાં શહ-માતની રમત શરૂ થાય છે.  આ જ ત્રણે પાત્રો પર આખી ફિલ્મ ફોકસ છે. 
webdunia
કેવી છે એક્ટિંગ અને ડાયરેક્શન 
 
રણવીર, દીપિકા અને પ્રિયંકાએ સારો અભિનેતા કર્યો છે. જ્યારે કે મિલિંદ સોમણ (પેશવા એડવાઈઝરની ભૂમિકામાં) અને તન્વી આઝમી (બાજીરાવની મા રાધાબાઈના રોલમાં)એ પણ પોતાની પરફોર્મેંસથી ફિલ્મને નવી ઉંચાઈ આપી છે. દીપિકા અને પ્રિયંકા વચ્ચે ફિલ્માવેલ અનેક સીન કમાલના છે. જેને જોઈને જાણ થાય છે કે હકીકતમાં ફિલ્મની સ્ટોરી બાજીરાવ અને મસ્તાની પર જ કેન્દ્રીત નથી.  પ્રકાશ કાપડિયાએ લખેલ ડાયલોગ ઘણા સમય સુધી યાદ કરવામાં આવશે. સ્ટોરી મુજબ ભંસાલીનુ નિર્દેશન પણ સારુ જ કહેવામાં આવશે. 
 
રણવીર તો પોતાના નામ અનુરૂપ જ કુશલ યોદ્ધા દેખાય છે. યુદ્ધના મેદાનમાં તેમની સ્ફૂર્તિ, ઘોડેસવારી, તલવારબાજી અને આક્રમકતામાં સ્પષ્ટ જોવા મળે છે. સેનાપતિના રૂપમાં તેઓ યોદ્ધાઓને લલકારવામાં સક્ષમ છે. રણવીર સિંહે યુદ્ધના મેદાનથી લઈને ભાવનાત્મક ઉથલ-પુથલના ધમાસાન સુધીમાં બાજીરાવના ગર્વ અને દ્વંદને અપેક્ષિત ભાવ આપ્યો છે. દીપિકા પાદુકોણ વર્તમાન સમયની સક્ષમ અભિનેત્રીના રૂપમાં નિખરી રહી છે. 
 
તેમણે યોદ્ધાના કૌશલ અને માશૂકાની કસકને સુંદરતા સાથે રજુ કર્યુ છે. બાળકને ખભા પર લઈને યુદ્ધ કરતી મસ્તાની કોઈ વાઘણ જેવી લાગે છે. પ્રિયંકા ચોપડાનુ પાત્ર કાશીબાઈ માટે વધુ કશુ કરવાનુ નહોતુ. પોતાની સીમિત હાજરીમાં જ પ્રિયંકા ચોપડા પ્રભાવિત કરે છે. આ પાત્રને લેખક-નિર્દેશકનો સપોર્ટ પણ મળ્યો છે.  હકીકતમાં કાશીબાઈનુ પાત્ર જ બાજીરાવ અને મસ્તાનીની લવસ્ટોરીનો પેચ છે. 
 
મ્યુઝિક 
 
બધા ગીત સારા બની પડ્યા છે. સ્ટોરી ડિમાંડ મુજબ મ્યુઝિક પર મરાઠી અસર સ્પષ્ટ દેખાય છે. રજુઆત પહેલા જ પિંગા અને મલ્હારી જેવા ગીતો લોકોના જીભ પર ચઢી ચુક્યા છે. 
 
ફિલ્મ જોશો કે નહી 
 
થિયેટરમાં રિયલિસ્ટિક મૂવી જોનારાઓને ગમે નહી. આ એ લોકો માટે ખૂબ સારી ફિલ્મ સાબિત થશે જે મોટા પડદા પર ભવ્ય સિનેમા જોવા ઈચ્છે છે.  બાહુબલીની સક્સેસ જોયા પછી સ્ક્રીન પર શાનદાર ભવ્યતા જોનારાઓને 'બાજીરાવ-મસ્તાની' નિરાશ નહી કરે.  

Share this Story:

Follow Webdunia gujarati