Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Review - ફેમિલી ડ્રામા છે ફિલ્મ "મોતીચૂર ચકનાચૂર"

Review - ફેમિલી ડ્રામા છે ફિલ્મ
, શનિવાર, 16 નવેમ્બર 2019 (18:06 IST)
નવાઝુદ્દીન સિદ્દીકીની સ્ટીરિંગ ફિલ્મ મોતીચૂર ચકનાચૂર રજુ થઈ ચુકી છે.    ફિલ્મમાં નવાજુદ્દીન સાથે એકટ્રેસ આથિયા શેટ્ટી પણ મહત્વનો રોજ ભજવી રહી છે. આ એક કોમેડી અને ફેમિલી ડ્રામા છે.   ફિલ્મમાં મધ્યમવર્ગીય પરિવારો અને બાકી પાત્રો વચ્ચે એક સારી કેમેસ્ટ્રીને બતાવી છે.  ફિલ્મમાં અનેક સીન્સ ઓડિયંસને ઊંડાણમાં લઈ જાય છે. પણ ફિલ્મમાં હસાવવાની પણ ખૂબ કોશિશ કરવામાં આવી છે. 
 
ફિલ્મમાં અભિનેત્રી આથિયા શેટ્ટીએ અનીતા નામની યુવતીનો રોલ કર્યો છે જે વિદેશી વરરાજા સાથે લગ્ન કરીને વિદેશમાં સેટલ થવા માંગે છે.  પણ અનીતા પોતાને માટ યોગ્ય લાઈફ પાર્ટનર શોધી નથી શકતી.  ત્યારે તેની માસીની નજર પુષ્પિંદર નામના છોકરા પર પડે છે. ફિલ્મમાં સિદ્દકી પુષ્પિંદરનુ પાત્ર ભજવી રહય છે. જે 40 વર્ષના છે. પુષ્પિંદર દુબઈમાં કામ કરે છે અને એક કુંવારી યુવતી તેમને તેમની દુલ્હન બનવા માટે ઈચ્છા વ્યક્ત કરે છે. 
 
 
છેવટે અનીતા અને પુષ્પિંદર લગ્નના બંધનમાં બંધાય જાય છે.  પણ લગ્ન પછી પુષ્પિંદરની નોકરી છૂટી જાય છે.  જ્યારબાદ તેમની જીંદગીમાં જોરદાર તોફાન લાવે છે.  ફિલ્મની સાધારણ સ્ટોરીને ડાયરેક્ટરએ ખૂબ જ ફની બનાવવાની કોશિશ કરી છે. 
 
એક્ટિંગની વાત કરે તો ફિલ્મમાં નવાજુદ્દીન અને આથિયાએ પુષ્પિંદર અને અનીતાના પાત્રને ખૂબ સારી રીતે ભજવ્યુ છે. 36 વર્ષની વયમાં પુષ્પિંઅર પોતાની એકલતાને દૂર કરવાની તડપ કરનાર કેરેક્ટરને ખૂબ ઊંડાણથી ભજવ્યુ છે. બીજી બાજુ આથિયા શેટ્ટીએ પણ ફિલ્મમાં પોતાના અભિનયથી સૌને હેરાન કરી નાખ્યા છે. તેણે નાના શહેરની છોકરીનુ પાત્ર ખૂબ કમાલ રૂપે ભજવ્યુ છે. સ્ટાર્સએ કોમેડી  અને રોમાંસ બંનેમાં ખૂબ જ જોરદાર પરફોર્મેંસ આપ્યુ છે. 
 
કલાકાર - નવાજુદ્દીન સિદ્દીકી, આથિયા શેટ્ટી, વિભા છિબ્બર અને નવની પરિહાર 
રેટિંગ - 2.5 સ્ટાર 
ડાયરેક્ટર - દેબમિત્ર બિસ્વાલ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- ના રે ગાંડી આવું નહી હોય