Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગાંંધી નિર્વાણ દિન - 30 જાન્યુઆરી... ગાંધીજીનો એ અંતિમ દિવસ...

ગાંંધી નિર્વાણ દિન -  30 જાન્યુઆરી... ગાંધીજીનો એ અંતિમ દિવસ...
, ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (10:19 IST)
શુક્રવાર 30 જાન્યુઆરી 1948ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ થઈ. હંમેશાની જેમ મહાત્મા ગાંધી સવારે સાઢા ત્રણ વાગ્યે ઉઠ્યા પ્રાર્થના કરી. બે કલક પોતાના ડેસ્ટ પર કોંગ્રેસની નવી જવાબદારીઓના મુદ્દા પર કામ કર્યુ અને એ પહેલા કે બીજા લોકો ઉઠી જતા તેઓ છ વાગ્યે ફરી સૂવા જતા રહ્યા.  કામ કરવા દરમિયાન તેઓ પોતાના સહયોગીઓ આભા અને મનુનુ બનાવેલ લીંબૂ અને મઘનુ ગરમ પાણી અને ગળ્યુ લીંબુ પાણી પીતા રહ્યા. બીજીવાર સૂઈને તેઓ આઠ વાગ્યે ઉઠ્યા. 
 
દિવસના છાપા પર નજર દોડાવી અને પછી બ્રજકૃષ્ણએ તેલથી તેમની માલિશ કરી. ન્હાયા પછી તેમણે બકરીનુ દૂધ, બાફેલા શાક, ટામેટા અને મૂળા ખાધા અને સંતરાનુ જ્યુસ પણ પીધુ. શહેરના બીજા ખૂણામાં જૂની દિલ્હી રેલવે સ્ટેશનના વેટિંગ રૂમમાં નાથૂરામ ગોડસે, નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકરે હજુ પણ ઉંઘી રહ્યા હતા. 
 
ડરબનના તેમના જૂના મિત્ર રુસ્તમ સોરાબજી સપરિવાર ગાંઘીને મળવા આવ્યા. ત્યારબાદ રોજની જેમ તેઓ 
 
દિલ્હીના મુસ્લિમ નેતાઓને મળ્યા. તેમને બોલ્યા, "હુ તમારા લોકોની મંજુરી વગર વર્ઘા નથી જઈ શકતો". 
 
ગાંધીજીના નિકટના સુધીર ઘોષ અને તેમના સચિવ પ્યારેલાલે નેહરુ અને પટેલ વચ્ચે મતભેદો પર લંડન  ટાઈમ્સમાં છપાયેલ એક ટિપ્પણી પર તેમના વિચાર માંગ્યા. 
 
જેના જવાબમાં ગાંધીજીએ કહ્યુ કે તેઓ આ મામલો પટેલ સામે ઉઠાવશે જે ચાર વાગ્યે તેમને મળવા આવી રહ્યા છે અને પછી તેઓ નેહરુ સાથે પણ વાત કરશે જેમની સાથે તેમની સાંજે સાત વાગ્યે મુલાકાત નક્કી થયેલ હતી. 
 
બીજી બાજુ બિરલા હાઉસ માટે નીકળતા પહેલા નાથૂરામ ગોડસેએ કહ્યુ કે આજે તેમની ઈચ્છા મગફળી ખાવાની છે. આપ્ટે તેમના માટે મગફળી શોધવા નીકળ્યા પણ થોડી વાર પછી આવીને બોલ્યા - "સમગ્ર દિલ્હીમાં ક્યાય પણ મગફળી નથી મળી રહી. શુ કાજુ કે બદામથી કામ ચાલશે?" 
 
પણ ગોડસેને ફક્ત મગફળી જ જોઈતી હતી. આપ્ટે પછી બહાર નીકળ્યા અને આ વખતે તેઓ મગફળીનું મોટુ કવર લઈને આવ્યા. ગોડસે મગફળીઓ પર તૂટી પડ્યા. ત્યારે આપ્ટેએ કહ્યુ કે હવે નીકળવાનો સમય થઈ ગયો છે. 
 
ચાર વાગ્યે વલ્લભભાઈ પટેલ પોતાની પુત્રી મનીબેન સાથે ગાંધીને મળવા પહોંચ્યા અને પ્રાર્થનાના સમય મતલબ સાંજે પાંચ વાગ્યા પછી સુધી મંત્રણા કરતા રહ્યા. 
 
સવા ચાર વાગ્યે ગોડસે અને તેમના સાથીયોએ કનૉટ પ્લેસ માટે એક ઘોડાગાડી કરી. ત્યાંથી તેમણે પછી બીજી ઘોડાગાડી કરી અને બિરલા હાઉસથી બે ગજ પહેલા ઉતરી ગયા. 
 
બીજી બાજુ પટેલ સાથે વાતચીત દરમિયાન ગાંધી ચરખો ચલાવતા રહ્યા અને આભા દ્વારા પીરસાયેલ સાંજનુ જમવાનુ બકરીનું દૂધ, કાચી ગાજર, બાફેલા શાક અને ત્રણ સંતરા ખાતા રહ્યા. આભાને ખબર હતી કે ગાંધી પ્રાર્થના સભામાં મોડેથી જવુ બિલકુલ પસંદ નથી કરતા. તે પરેશાન થઈ. પટેલને ટોકવાની તેમની હિમંત ન થઈ.  કશુ પણ કહો પણ તે હતા તો ભારતના લોખંડી પુરૂષ.  તેમની એ પણ હિમંત ન થઈ કે તે ગાંધીને યાદ અપાવે કે તેમને મોડુ થઈ રહ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર