Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

MP Chutani Results 2023: મધ્યપ્રદેશમાં કેમ ખરાબ રીતે હારી ગઈ જીતનો દાવો કરનારી કોંગ્રેસ, જાણો 5 મોટા કારણ

MP Chutani Results 2023: મધ્યપ્રદેશમાં કેમ ખરાબ રીતે હારી ગઈ જીતનો દાવો કરનારી કોંગ્રેસ, જાણો 5 મોટા કારણ
, રવિવાર, 3 ડિસેમ્બર 2023 (16:26 IST)
MP Chutani Results 2023:  મઘ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ આ ત્રણેય રાજયોમાં ચૂંટણી પરિણામ સંપૂર્ણ રીતે બીજેપીના પક્ષમાં જોવા મળી રહ્યા છે.  જેમ જેમ ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે, તેમ રાજ્યના કાર્યાલયોમાં ઢોલ વગાડવામાં આવી રહ્યા છે અને લાડુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસની છાવણીમાં નિરાશા જોવા મળી રહી છે. કોંગ્રેસ કાર્યાલયમાં જે લાડુ આવ્યા હતા તે જ રાખવામાં આવ્યા છે. સવાલ એ છે કે 2019માં બહુમતીના આંકે પહોંચેલી કોંગ્રેસનું શું થયું કે 2023ના ચૂંટણી પરિણામોના અત્યાર સુધી હારના કગાર પર છે.  
 
1. એંટી ઈકંબસીનો કોઈ રોલ નહી  
ભાજપ સત્તાવિરોધીને ફગાવીને જીત્યો. રાજકારણમાં આ એક સંશોધનનો વિષય હોવો જોઈએ. કારણ કે 18 વર્ષ પછી પણ ચૂંટણી થાય છે અને પાર્ટીને જંગી જીત મળે છે, તે પણ 18 વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી. જ્યારે ભાજપે છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તા ગુમાવી હતી પરંતુ મધ્યપ્રદેશમાં 15 મહિના સિવાય સત્તા ગુમાવી હતી.
 
2. દિગ્ગી કમલનાથે કોઈને આગળ ન આવવા દીધો 
 
કોંગ્રેસે કોઈને કમલનાથ અને દિગ્વિજય સિંહથી મોટો નેતા બનવા દીધો નથી. બંને નેતાઓ દિગ્ગજ છે. કમલનાથની ઉંમર 77 વર્ષ અને દિગ્વિજય સિંહની ઉંમર 76 વર્ષની છે.
 
3. યૂથ લીડર્સનો કોઈ બેકઅપ નથી 
કોઈ યૂથ લીડરને આગળ ન આવવા દીધો. જ્યોતિરાદિત્ય સિંધિયા જે કોંગ્રેસમાં એક મોટુ કદ હતુ. યુવાન હતા. તેમને પણ હાંસિયા પર મુકી દીધા હતા. મજબૂર થઈને સિંધિયાને બીજેપીની સાથે જવુ પડ્યુ. મઘ્યપ્રદેશ કોંગ્રેસમાં યુવા નેતૃત્વનો બૈકઅપ ન બની શક્યો. ફક્ત વિક્રાંત ભૂરિયા યૂથ કોંગ્રેસ અધ્યક્ષ છે, જે કાંતિલાલ ભૂરિયાના પુત્ર છે અને વ્યવસાયે એમબીબીએસ ડોક્ટર છે. તેમના પર પણ વરિષ્ઠ કોંગ્રેસી અને પૂર્વ મપ્ર કોંગ્રેસ અધ્યક્ષ કાંતિલાલ ભૂરિયાની છાપ છે.  
 
4. કમલનાથનુ અડિયલ વલણ 
 
ચોથુ અને સૌથી મહત્વનુ કારણ રાજનીતિક વિશ્લેષકોની નજરમાં એ છે કે તેઓ કમલનાથમાં રાજનીતિક નેતૃત્વ કરવાની ક્ષમતા નથી. તેઓ રાજનેતા કરતા મોટી કંપનીના મેનેજર વધુ લાગે છે.  તેઓ રાજનીતિક બેઠકોમાં કોર્પોરેટ મીટિંગ જેવો વ્યવ્હાર કરે છે. કમલનાથ મિનિટોના હિસાબથી ધારાસભ્યોને મળવાનો સમય આપતા હતા. તેઓ કહેતા હતા ચલો ચલો... તેમણે લોકોએ રાજકારણમાંથી ચાલતા કરાવી દીધા.  
 
5. કમલનાથની છબિ પર ભારે પડી શિવરાજની છબિ 
કોંગ્રેસમાં કમલનાથનું વલણ તાનાશાહી ભરેલુ  રહ્યું છે, બીજી તરફ ભાજપ આગળ આવ્યું કારણ કે એમપી સીએમ શિવરાજ સિંહ ચૌહાણ કમલનાથથી વિપરીત જમીની નેતા છે, તેઓ લોકો અને ધારાસભ્યોનું સાંભળે છે અને બોલે છે. શિવરાજ સિંહ ચૌહાણની સરળ છબી કમલનાથની છબી પર ભારે પડી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Madhya Pradesh Election Results 2023 Live Updates - જાણો મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસમાં કોણ આગળ- કોણ પાછળ?