પ્રથમ ચૂંટણી - પ્રથમ લોકસભા (1951 - 56 ) : ડીસેમ્બેર 1951થી જાન્યુઆરી 1952 સુધી દેશમાં પ્રથમ ચૂંટણીઓ યોજાઈ . 51 રાજકીય પક્ષોએ ચૂંટણીઓમાં ભાગ લીધો . 21 રાજકીય પક્ષો સંસદમાં ચૂંટાઈ આવ્યા . કોંગ્રેસ લોકસભામાં 74.5 % સીટો પ્રાપ્ત કરી . અને કુલમતના 44 . 9 % મત પ્રાપ્ત કર્યા.
બીજી લોકસભા ( 1957 - 62 ) : ભારતના સ્વતંત્ર બાદ બીજી ચૂંટણી બાદ બીજી ચૂંટણી બાદ 1957 માં થઇ કોંગ્રેસ પક્ષે બેઠકોમાંથી 74.5 % બેઠકો પ્રાપ્ત કરી અને કુલ મતદાનના 44.78 % મત પ્રાપ્ત
કર્યા .
ત્રીજી લોકસભા (1963 -67 ) : ભારતમાં ત્રીજી ચૂંટણી 1963 માં થઈ હતી કોંગ્રેસે 72.9 % બેઠકો પ્રાપ્ત કરી અને કુલ મતદાનના 44 .72 % મત પ્રાપ્ત કર્યા .
ચોથી લોકસભા (1967- 71 ) : ભારતમાં ચોથીવાર ચૂંટણી 1967 માં થઇ હતી . કોંગ્રેસ કુલસીટમાંથી 52 . 42 % સીટો પ્રાપ્ત કરી અને કુલ મતદાનની 40.72 % મત પ્રાપ્ત કર્યા .
પાંચમી લોકસભા : ચોથી લોકસભા બરખાસ્ત કરીને દેશમાં મધ્યસ્થ ચૂંટણી 1971 થઇ. કોંગ્રેસ લોકસભાની કુલ 518 બેઠકોમાંથી 350 બેઠકો પ્રાપ્ત કરી હતી . કુલ મતોના 43.98 % પ્રાપ્ત કર્યા હતા .
છઠી લોકસભા : 1977 માં છઠી ચૂંટણી દેશ ભરમાં યોજાઈ. લોકસભાની કુલ 542 બેઠકો પર આ ચૂંટણી યોજાઈ , જનતા પાર્ટીએ બહુમતી પ્રાપ્ત કરી કુલ મતના 43.16 % પ્રાપ્ત કરીને મતો મળ્યા . મોરારજી દેસાઈ દેશના પ્રથમ બિન - કોંગ્રેસી વડાપ્રધાન બન્યા.
સાતમી લોકસભા : જનતા પક્ષમાં ભંગાણ પડતાં મોરારજીભાઈ દેસાઈએ રાજીનામું આપ્યું . કોંગ્રેસના ટેકાથી ચરણસિંહ વડાપ્રધાન બન્યા, પરંતુ કોંગ્રેસી ટેકો 1 મહિના બાદ પાછો ખેચી લીધો. જનતા પક્ષની સરકારનું પતન થયું . છઠી લોકસભા બરખાસ્ત થઇ, દેશભરમાં જાન્યુઆરી , 1980માં મધ્યસ્થ 2/3 બહુમતી પ્રાપ્ત કરી લોકસભાની કુલ 542 બેઠકોમાંથી 353 બેઠકો પ્રાપ્ત થઇ .
આઠમી લોકસભા : દેશભરમાંથી આઠમી ચૂંટણી 1984 માં થઇ. રાજીવગાંધીના નેતૃત્વમાં કોંગ્રસે 401 બેઠકો પ્રાપ્ત કરી. રાજીવગાંધી દેશના નવયુવાન બન્યા.
નવમી લોકસભા : નવમી ચૂંટણી 1989 માં થઇ. કોંગ્રેસની હાર થઇ . નેશનલ ફ્રન્ટની સરકાર રચાઈ .
જનતાદળના વિશ્વનાથ પ્રતાપસિંહ સાતમાં પ્રધાનમંત્રી બન્યા. નેશનલ ફ્રન્ટમાં ભંગાણ પડતો વિ .પી . સિંહની સરકારનું પતન થયું . ચંદ્ર શેખર દેશના વડાપ્રધાન બન્યા.
દસમી લોકસભા : નવમી લોકસભા બરખાસ્ત કરવામાં આવી. દેશમાં મધ્યસ્થ ચૂંટણી 1991 માં યોજાઈ. સૌથી વધારે બેઠકો કોંગ્રેસ (આઈ) ને મળી . શ્રી. પી , વિ , નરસિંહરાવ દેશમાં નવા વડાપ્રધાન બન્યા.
અગિયારમી લોકસભા : અગિયારમી ચૂંટણી 1966માં યોજાઈ. કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહિ . ભાજપને સૌથી વધારે બેઠકો મળી, સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવાનું આમંત્રણ મળ્યું . પરંતુ બહુમતી ન હોવાને કારણે વાજપેયી સરકારનું 13 દિવસમાં પતન થયું . કોંગ્રેસના ટેકાથી સંયુક્ત મોરચા સરકાર સત્તા પર આવી. એચ . ડી . દેવગૌડા વડાપ્રધાન બન્યા . કોંગ્રેસે ટેકો પાછો ખેચી લીધો, મોરચા સરકારનું પતન. અગિયારમી લોકસભાનું પતન થયું . લોકસભા બરખાસ્ત કરવામાં આવી. દેશમાં મધ્યસ્થ ચૂંટણીની જાહેરાત. બારમી લોકસભા : ભાજપને સૌથી વધારે બેઠકો પ્રાપ્ત થઇ . આથી પક્ષોના ટેકાથી ભાજપ સત્તા પર આવી . અટલબિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા. બારમી લોકસભામાં ભાજપના સાથી પક્ષ એ.આઈ.ડી. એમ. કે. આઈ. એ ટેકો પાછો ખેચી લેતો ભાજપ સરકાર લઘુમતીમાં મૂકાઈ ગઈ હતી . સંસદમાં શ્વાસનો મત લેતો ભાજપ સરકાર એક મતે વિસ્વાસનો મત હારી ગઈ હતી. આથી ભાજપ સરકારનું પતન થયું . કોઈ પણ પક્ષ સ્પષ્ટ બહુમતી પુરવાર કરી શકે તેમ ન હતું. તેથી રાષ્ટ્રપતીએ કેબિનેટની ભલામણ અનુસાર 26-4 -99 ના રોજ બારમી લોકસભાનું વિસર્જન થયું હતું .તેરમી લોકસભા : 13 મી લોકસભાની ચૂંટણીઓ માટે 5 સપ્ટેમ્બર 1999 થી 4 ઓક્ટોમ્બર , 1999 સુધી દેશમાં પાંચ તબક્કામાં 538 બેઠકોની ચૂંટણી માટે મતદાન યોજાયું . આ ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકશાહી મોરચા (એન. ડી. એ.) એ 304 બેઠકો પ્રાપ્ત કરીને બહુમતી પ્રાપ્ત કરી. તેરમી લોકસભાનું નિર્માણ ઓક્ટોમ્બર , 1999 ના રોજ થયું . 13 મી લોકસભામાં 13 મા વડાપ્રધાન તરીકે એન .ડી .એ .ના .નેતા શ્રી અટલબિહારી વાજપેયીએ 13 મી ઓક્ટોમ્બર , 1999ના રોજ શપથ ગ્રહણ કર્યા . ચૌદમી લોકસભા : એપ્રિલ - 2004 માં ચૂંટણી બાદ ચૌદમી લોકસભા માટે ચૂંટણી યોજાઈ . આ ચૂંટણી કોંગ્રસ દ્વારા રચાયેલ સંયુક્ત પ્રગતિશીલ મોરચા - UPA ને બહુમતી મળતા તેની સરકાર રચાઈ . ડ્રો . મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા. પંદરમી લોકસભા : એપ્રિલ - મેં 2009 માં 15 મી લોકસભાની ચૂંટણીમાં UPA ને ફરીથી બહુમતી મળતાં સરકાર ટકાવી રાખી . ડો. મનમોહનસિંહ પ્રધાનમંત્રી તરીકે ચાલુ રહ્યા.