Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

World Social Media Day - વિશ્વ સોશિયલ મીડિયા દિવસનો ઉદ્દેશ્ય, સમજો સોશિયલ મીડિયાની તાકત અને નુકશાનને

World Social Media Day  - વિશ્વ સોશિયલ મીડિયા દિવસનો ઉદ્દેશ્ય, સમજો સોશિયલ મીડિયાની તાકત અને નુકશાનને
, બુધવાર, 30 જૂન 2021 (09:31 IST)
World Social Media Day 2021 in Hindi  વિશ્વ સોશિયલ મીડિયા દિવસ | Social Media Benefits & Disadvantages :- દર રોજ સોશિયલ મીડિયા પઅર લોકો પોતાનો વધુ સમય સોશિયલ મીડિયા પર લગાવી વિતાવી દે છે. પણ વર્શમાં એક દિવસ એવો આવે છે જયારે આપણે મધર્સ ડે, ફાધર્સ ડે અને લેબર ડે જેવા દિવસને વિશેષ રૂપે સેલિબ્રેટ કરીએ છીએ. ઠીક એ જ રીતે આજે સોશિયલ મીડિયા ડે ને સેલિબ્રેટ કરવાનો દિવસ છે. મતલબ ગ્લોબલ સોશિયલ મીડિયા ડે છે. તો ચાલો જાણીએ  Social Media Day વિશે.. 
 
સોશ્યલ મીડિયા આજે દરેકના જીવનનો એક અભિન્ન અંગ બની ગયુ છે. આજના સમયમાં સોશિયલ મીડિયાએ આપણે એકબીજા સાથે જોડાવાની રીત બદલી નાખી છે. સોશિયલ મીડિયાએ લોકોને તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે એક સ્વતંત્ર મંચ આપવા ઉપરાંત બધી ભૌગોલિક સીમાઓને ઓળંગીને સમગ્ર વિશ્વના લોકોને પણ એક બીજા સાથે જોડ્યા છે. નહી તો તમે ક્યારેય વિચાર્યુ હતુ કે તમે તમારા ઘરમાં બેસ્યા બેસ્યા તમારા મનની વાત અમેરિકાના પ્રમુખ સુધી પહોચાડી શકો છો ? 
 
ક્યારે ઉજવાય છે સોશિયલ મીડિયા ડે ? 
 
તો ચાલો તમને જણાવીએ દઈએ કે Social Media Day ક્યારે ઉજવવામાં આવે છે - સોશિયલ મીડિયા ડે દર વર્ષે 30 જૂને ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા દ્વારા, આપણે દૂર બેઠેલા લોકો સાથે વાતચીત કરી શકીએ છીએ. તમે તમારા અભિપ્રાય રાખી શકો છો, તેથી આજે સોશિયલ મીડિયા આપણા જીવનનો એક ભાગ બની ગયો છે.
 
Social Media Day Dates :
Year Date Day
2021 June 30 Wednesday
2022 June 30 Thursday
2023 June 30 Friday
2024 June 30 Sunday
2025 June 30 Monday
 
સોશિયલ મીડિયા ડે ક્યારે શરૂ થયો?
 
વિશ્વ સોશિયલ મીડિયા ડેની શરૂઆત 30 જૂન, 2010 ના રોજ મેશેબલ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસનો જન્મ સોશિયલ મીડિયાની અસરને ઓળખવા અને ઉજવવા માટે દુનિયાને એક  સાથે લાવવાની રીત તરીકે થયો હતો. દરેક વ્યક્તિ દરરોજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે; આ રીતે આપણે દુનિયાભરના લોકો સાથે એક સરળ અને ઝડપી રીતે જોડાઈએ છીએ. 
 
Mashable ને  વિવિધ સંસ્કૃતિઓ, આંદોલનો અને ફૈંડમને જોડવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે ઓળખવામાં આવે છે, તેથી જ તેઓ આને ઉજવવા માટે એક દિવસ ઇચ્છતા હતા. લોકો દર વર્ષે #SMDay હેશટેગનો ઉપયોગ કરે છે, અને આ વર્ષે તમારા જોડાવાનો સમય છે !

સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્ક (Most popular social networking services)
 
હવે અમે તમને એ બધા સોશિયલ મીડિયા સર્વિસેજ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે આખી દુનિયામાં સૌથી વધુ ઉપયોગ અને પસંદ કરવામાં આવે છે. 
No. નામ દેશ દર મહિને એક્ટિવ યુઝર્સ અન્ય મેટ્રિક્સ
1. Facebook United States 2.797 billion 1.84 billion daily active users
2. YouTube United States 2.291 billion
3. WhatsApp United States 2 billion Had 1 billion DAU when had 1.3 billion MAU
4. Messenger United States 1.3 billion
5. Instagram United States 1.287 billion 500 million daily story users
6. WeChat China 1.225 billion
7. TikTok China 732 million
8. Douyin China 600 million
9. QQ China 595 million 267 million daily active users
10. Telegram United Arab Emirates 550 million  
11. Snapchat United States 528 million 265 million daily active users
12. Weibo China 521 million 241 million daily active users
13. Qzone China 517 million
14. Kuaishou China 481 million
15. Pinterest United States 459 million 98 million U.S. monthly active users
 
 
ક્યારે લોંચ થઈ સૌથી શ્રેષ્ઠ સોશિયલ  મીડિયા એપ્સ ? 
 
આવો જાણીએ તમારી મનગમતી એપ્સની લોંચ ડેટ. જેનો તમે દિવસમાં અનેકવાર ઉપયોગ કરો છો. જેવી કે ફેસબુક, ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ 
 
Flickr – February 10, 2004
Twitter – July 15, 2006
Snapchat – September, 2011
YouTube – February 14, 2005
Tumblr – February 12, 2007
TikTok – November, 2016
Yahoo! 360° – March 16, 2005
Instagram – July 5, 2010
LinkedIn – May 5, 2003
Facebook – February 4, 2004
Google+ – June 28, 2011
 
સોશિયલ મીડિયાના ફાયદા  (benefits of social media)
 
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે, જેમાંથી કેટલાક અમે તમને  નીચે બતાવી રહ્યા છીએ. લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘણી રીતે કરી રહ્યાં છે, ઘણા લોકો તેની મદદથી પૈસા કમાવી રહ્યા છે, જ્યારે ઘણા તેનો ઉપયોગ ફક્ત મનોરંજન માટે કરી રહ્યા છે
 
- સોશિયલ મીડિયા દ્વારા તમે દેશ-વિદેશમાં સોશિયલ મીડિયા દ્વારા નવા મિત્રો બનાવી શકો છો.
- સોશિયલ મીડિયાનો ઉપયોગ એવી જાહેરાતો માટે કરવામાં આવે છે જેને એક ટારગેટ ઓડિશનમાં મુકીને તમારા પ્રોડક્ટને પ્રમોટ કરી શકો છો. 
- અન્ય સ્થળો કરતાં સોશિયલ મીડિયા પર જાહેરાત વધુ ફાયદાકારક છે.
-  સોશિયલ મીડિયા દ્વારા તમે હંમેશાં તમારા મિત્રો સાથે જોડાયેલા છો.
- આ દ્વારા આપણે આપણા વિચારો અન્ય લોકો સાથે શેર કરી શકીએ છીએ.
- સોશિયલ મીડિયા દ્વારા આપણે આપણા દસ્તાવેજો અન્ય લોકોને ટેક્સ્ટ, ફોટા, વિડિઓઝ વગેરે મોકલી શકીએ છીએ.
- સોશિયલ મીડિયાની મદદથી, આપણે મિત્રો સાથે ચેટ કરી શકીએ છીએ.
-સોશિયલ મીડિયા દ્વારા તમારા વ્યવસાયને વિસ્તૃત અને વધારી શકાય છે.
- સોશિયલ મીડિયા દ્વારા આપણે શિક્ષણ મેળવી શકીએ છીએ અને પોતાનું  જ્ઞાન અન્ય લોકો સાથે શેર કરી શકીએ છીએ.
- સોશિયલ મીડિયા દ્વારા આપણે ગ્રુપ ડાયલોગ અને ચેટિંગ કરી શકીએ છીએ.
- સોશિયલ મીડિયા દ્વારા આના દ્વારા તમે ઇન્ટરનેટની દુનિયામાં પ્રખ્યાત થઈ શકો છો.
- સોશિયલ મીડિયા દ્વારા ઘરે બેઠા પૈસા કમાવી શકો છો.
- સોશિયલ મીડિયા દ્વારા અન્ય લોકોને મદદ કરી શકો છો.
- સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવી શકો છો.
 
સોશિયલ મીડિયાના નુકશાન   (Disadvantages of Social Media)
 
સોશિયલ મીડિયાના ફાયદા છે તો તેના નુકશાન પણ ઘણા છે. જેવા કે 
 
- કેટલીકવાર તમને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી પણ મળે છે જેના પર તમે સરળતાથી વિશ્વાસ કરી શકો છો.
- હેકિંગ સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે, જે તમને નુકસાન પણ પહોંચાડે છે.
- દગો સોશિયલ મીડિયા દ્વારા થાય છે.
- તમારા વ્યક્તિગત ડેટાને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લિક કરી શકાય છે.
- તમે સોશિયલ મીડિયાની તમને લત પણ લાગી શકે છે જે તમારો ઘણો સમય બગાડે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના આ હિલ સ્ટેશન પર સેલ્ફી લેવી પડી શકે છે ભારે, થઇ શકે છે જેલ