Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Atal Tunnel દ્વારા કેવી રીતે થશે ઈંડિયન આર્મીને ફાયદો, હિમવર્ષા નહી બને અવરોધ, જાણો 9 પોઈંટ્સ દ્વારા અટલ સુરંગ વિશે બધુ જ

Atal Tunnel દ્વારા કેવી રીતે થશે ઈંડિયન આર્મીને ફાયદો, હિમવર્ષા નહી બને અવરોધ, જાણો 9 પોઈંટ્સ દ્વારા અટલ સુરંગ વિશે બધુ જ
, શનિવાર, 3 ઑક્ટોબર 2020 (11:30 IST)
ભારે હિમવર્ષા થવા છતાં હવે મનાલીથી લાહૌલ સ્પીતી સરળતાથી જઇ શકાશે.  વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ  'અટલ ટનલ'નુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન બાદ શરૂ થઈ ગઈ છે. 9.02 કિલોમીટર લાંબી ટનલ આખા વર્ષ દરમિયાન મનાલીને લાહૌલ સ્પીતી વેલી સાથે જોડી રાખશે. અગાઉ ભારે બરફવર્ષાને કારણે ખીણ  લગભગ છ મહિના બાકીના ભાગથી કપાયેલી રહેતી હતી. આ ટનલના બનવાથી  મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઘટી જશે  અને મુસાફરીના સમયમાં પણ ચારથી પાંચ કલાકનો ઘટાડો થશે
 
1. પ્રધાનમંત્રીએ કર્યુ ઉદ્દઘાટન -  સામરિક રૂપથી મહત્વપૂર્ણ બધી ઋતુમાં ખુલી રહેનારા અટલ સુરંગનુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોહતાંગમાં ઉદ્દઘાટન કર્યુ.  પ્રધાનમંત્રી મોદી 'અટલ સુરંગ' ના દ્વારા લાહોલ-સ્પીતિ જીલ્લાની લાહોલ ઘાટીમાં તેના ઉત્તરી પોર્ટલ સુધી પણ ગયા અને મનાલીમાં દક્ષિણ પોર્ટલ માટે હિમાચલ માર્ગ પરિવહન નિગમની એક બસને લીલી ઝંડી આપી. 
 
2. વાજપેયી સરકારના શાસનમાં મુકી હતી આધારશિલા -  ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીની સરકારે રોહતાંગ પ્રાકૃતિક માર્ગ હેઠળ આ વ્યૂહાત્મક મહત્વની ટનલ બનાવવાનો નિર્ણય લીધો હતો અને સંપર્ક માર્ગની આધારશિલા 26 મે 2002 ના રોજ મુકી હતી. ડિસેમ્બર 2019 માં, મોદી સરકારે પૂર્વ વડા પ્રધાનના સન્માનમાં આ ટનલનું નામ અટલ ટનલ રાખવાનું નક્કી કર્યું.
 
3. અટલ ટનલ ભારતીય સેનાને યૌદ્ધિક રૂપે મજબૂતી આપશે - નવ 
 
46 કિલોમીટર ટૂંકી લેહ-લદાખની સીમા સુધી પહોંચવા નવ કિલોમીટર લાંબી અટલ ટનલના નિર્માણ સાથે, આ ટનલ ભારતીય સૈન્યને વ્યૂહાત્મક મજબૂતી પ્રદાન કરશે. સૈન્યને સરહદ પર પહોંચવામાં ઓછો સમય લાગશે અને બરફવર્ષા દરમિયાન લશ્કરી ચીજોની પરિવહન કરવામાં પણ સરળતા રહેશે. આ ટનલ હિમાચલ પ્રદેશની મનાલીને લાહૌલ સ્પીતી અને લેહ-લદાખ સાથે જોડશે. અટલ ટનલનું દક્ષિણ પોર્ટલ મનાલીથી 25 કિલોમીટરના અંતરે, લગભગ 3060 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. સાથે  જ સમયે ટનલની ઉત્તરીય છેડો લહૌલ ખીણના  સીસુના તેલિંગ ગામમાં 3071 મીટરની ઊંચાઇ પર સ્થિત છે.
 
4. ટનલની વિશેષતા 
- 46 કિલોમીટર મનાલી અને લેહ વચ્ચેનું અંતર ઘટાડશે
- લાહૌલ સ્પીતી અને લેહ-લદાખ વચ્ચેનો દરેક ઋતુમાં અવરજવર સરળ રહેશે. 
- દર 60 મીટર પર એક અગ્નિશામક ઉપકરણ
- દર 150 મીટર પર ટેલિફોન મળશે
- દર 250 મીટર પર સીસીટીવી કેમેરા, પ્રસારણ પ્રણાલીઓ, અકસ્માતની આપમેળે જ શોધવાની સિસ્ટમ
- દર 500 મીટર પર ઇમરજન્સી એક્ઝિટ સુવિધા
- દરેક એક કિલોમીટરમાં હવાના ગુણવત્તાની દેખરેખ
- દર 2.2 કિલોમીટરના અંતરે વળાંક 
- આ 10.5-મીટર પહોળી સિંગલ ટ્યુબ બાય-લેન ટનલ છે
 
5. સ્પીડમાં જઈ શકશે વાહનો 
 
આ ટનલમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી વાહન દોડી શકશે. દરરોજ આ ટનલ દ્વારા ત્રણ હજાર વાહન ગુજરી શકશે.  ભારેથી ભારે વાહનો પણ સહેલાઈથી આ ટનલમાંથી પસાર થઈ શકશે. 
 
6. દસ વર્ષમાં બનીને તૈયાર 
 
આ ટનલનુ નિર્માણ કાર્ય વર્ષ 2010માં સીમા માર્ગ સંગઠન (બીઆરઓ)ના માર્ગદર્શનમાં સ્ટ્રોબેગ એફકૉન કંપનીએ શરૂ કરી હતી. શિયાળા દરમિયાન માઈનસ 23 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કંપની અને બીઆરઓના એંજિનિયર અને મજૂરોએ આ નિર્મણને પૂર્ણ કર્યુ છે. 
 
7. 3500 કરોડ રૂપિયાનુ રોકાણ 
આ ટનલ લાહૌલ સ્પીતીના રોહતાંગમાં દરિયાની સપાટીથી 10,000 ફૂટની ઊંચાઇ પર સ્થિત  છે.
આ સુરંગના નિર્માણમાં 3,500 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો 
3 જૂન, 2000 ના રોજ, આ ટનલને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
8. ખૂબ જ આકર્ષક છે ટનલ 
 
બૌદ્ધ શૈલીનો બન્યો પ્રવેશદ્વાર: અટલ ટનલની બંને બાજુ આકર્ષક દરવાજા બનાવવામાં આવ્યા છે. દરવાજા મનાલી તરફ કુલ્લવી શૈલીમાં અને લાહુલ તરફ બૌદ્ધ શૈલીમાં બનાવવામાં આવ્યા છે  અટલ ટનલની સાથે આ પ્રવેશદ્વારો પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે.
 
9. ઘોડાની નાળ જેવો આકાર 
 
ઘોડાની નાળના આકારવાળી બે લેન વાળી  ટનલમાં આઠ મીટર પહોળો રસ્તો છે અને તેની ઉંચાઇ 5.525 મીટર છે. અટલ ટનલની ડિઝાઈન દરરોજ ત્રણ હજાર કાર અને 1500 ટ્રક માટે તૈયાર કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'રેડિયો પ્રિઝન' સાબરમતી લાઈવ: વાર્ષિક ૧ કરોડનું ટર્ન ઓવર ધરાવતા જેલ ભજીયા હાઉસને હેરિટેજ ભજીયા હાઉસમાં તબદીલ કરાશે