Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Lok Sabha Election 2024:Live Update ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન

Gujarat Lok Sabha Election 2024 live Voting
, મંગળવાર, 7 મે 2024 (18:00 IST)
Gujarat Lok Sabha Election 2024 live Voting
- Lok Sabha Election 2024 LIVE Voting Gujarat: ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન.
- Lok Sabha Election 2024 LIVE Voting News: સુરત લોસ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા.


- પીએમ મોદીએ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, 'હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ સૌની સક્રિય ભાગીદારી લોકશાહીના આ પર્વની સુંદરતામાં વધુ વધારો કરશે.


- અમિત શાહ અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલ પહોંચ્યા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના અમદાવાદમાં નિશાન હાયર સેકન્ડરી સ્કૂલ પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન કરવા માટે અહીં પહોંચશે.

- 7 મેના રોજ સવારના 7 વાગતા જ રાજ્યભરમાં મતદાનનો પ્રારંભ થયો હતો
- 25000 મતદાન મથક પર ચાંપતી નજર
- હિટ વેવ સંદર્ભે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા - રાજ્યના મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, બેસવા માટે ખુરશીઓની સુવિધા, પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે
 
ગુજરાતની 25 લોકસભા બેઠકો પર 7 મેના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ ચૂંટણી જીતી છે. બાકીની 25 લોકસભા બેઠકો માટે મતદાન થશે. ગૃહમંત્રી અમિત શાહ સહિત ચાર કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. 2019 અને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી છે.
 
આ બેઠકો પર મતદાન થશે
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, બારડોલી, નવસારી, વલસાડ, ખેડા, દાહોદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર લોકસભા સીટ માટે મતદાન થશે. 
 
ગાંધીનગરથી અમિત શાહ મેદાનમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજી વખત ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસની ટિકિટ પર સોનલ રમણભાઈ પટેલ છે. બહુજન સમાજ પાર્ટીએ મોહમ્મદ દાનિશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે.
 
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની પ્રતિષ્ઠા દાવ પર
રાજકોટ લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો લિટમસ ટેસ્ટ છે. તેમની સામે કોંગ્રેસની ટિકિટ પરથી ધાનાણી પરેશ મેદાનમાં ઉતર્યા છે. ચમનભાઈ નાગજીભાઈ સવસાણી બીએસપી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.
 
મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલિત વસોયા
ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. તેમને કોંગ્રેસના લલિત વસોયા અને બસપાના એનપી રાઠોડનો પડકાર છે. કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ ચૌહાણ ખેડા લોકસભા સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે કાલુસિંહ ડાભી અને બસપાએ ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવને મેદાનમાં ઉતાર્યા છે.

07:17 PM, 7th May
 
દેશમાં ત્રીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન
અસમમાં સૌથી વધુ 73 ટકા મતદાન થયું
 

05:59 PM, 7th May
 
 
ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન
 
બનાસકાંઠા 64.48 %
પાટણ 54.48 %
મહેસાણા 55.23 %
સાબરકાંઠા 58.82 %
ગાંધી નગર 55.65 %
અમદાવાદ પૂર્વ 49.95 %
અમદાવાદ પશ્ચિમ 50.29 %
સુરેન્દ્રનગર 49.19 %
રાજકોટ 54.29 %
પોરબંદર 46.51 %
જામનગર 52.36 %
જુનાગઢ 53.84 %
અમરેલી 45.59 %
ભાવનગર 48.59 %
આણંદ 60.44 %
ખેડા 53.83 %
પંચમહાલ 53.99 %
દાહોદ 54.78 %
વડોદરા 57.11 %
છોટા ઉદેપુર 63.76 %
ભરૂચ 63.56 %
બારડોલી 61.01 %
નવસારી 55.31 %
વલસાડ 68.12 %

04:43 PM, 7th May
કોંગ્રેસે ગેરરીતિ અને બોગસ વોટિંગની 17 ફરિયાદ
મતદાન પ્રક્રિયા દરમિયાન ગુજરાત કોંગ્રેસે ચૂંટણી કમિશનર સમક્ષ વિવિધ પ્રકારની 17 ફરિયાદો કરી છે. આ ફરિયાદો માટે કોંગ્રેસમાં 20 વકીલોની ટીમનો કંટ્રોલ રૂમ ધમધમી રહ્યો છે. લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી,કન્વીનર નિકુંજ બલ્લર, બાલુભાઈ પટેલ સાથે સંકલન કરીને ફરિયાદો કરવામાં આવી રહી છે.

ચૈતર વસાવાના વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ વોટિંગ
3 વાગ્યા સુધીમાં ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર એવા ચૈતર વસાવાના વિધાનસભા મત વિસ્તાર ડેડીયાપાડામાં સૌથી વધુ 68 ટકા મતદાન નોંધાયુંછે. જ્યારે ડાંગ વિધાનસભા મત વિસ્તારમાં 67 ટકા વોટિંગ થયું છે.
 
 
3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 47 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં સરેરાશ 47 ટકા મતદાન નોંધાયું હતું. જો કે 1 વાગ્યા સુધી આગળ ચાલી રહેલા બનાસકાંઠાની વલસાડ સીટે સાઈડ કાપી સૌથી વધુ 58 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછા પાછળ ચાલી રહેલું પોરબંદર થોડું આગળ નીકળ્યું હતું. જેથી અમરેલી 37.82 ટકા વોટિંગ સાથે સૌથી પાછળ રહ્યું હતું.


04:16 PM, 7th May
પેટાચૂંટણીવાળા વિસ્તારોમાં મતદાનમાં એકંદરે નિરસતા
 
ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો સાથે પાંચ વિધાનસભાની બેઠકો પર પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જ્યાં પેટાચૂંટણી છે એ પૈકી માણાવદર અને પોરબંદર બેઠકોમાં એકંદરે ઓછું મતદાન જોવા મળ્યું છે.
 
પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી માટે ત્રણ વાગ્યા સુધીમાં મતદાન:
 
વીજાપુર: 50.53%
ખંભાત: 49.83%
પોરબંદર: 41.03%
વાઘોડિયા: 52.76%
માણાવદર: 40.09%
જે બેઠક પર પેટાચૂંટણી જાહેર નથી થઈ એ વીસાવદર વિસ્તારમાં લોકસભા ચૂંટણીમાં ત્રણ વાગ્યા સુધીમાં માત્ર 34.37 ટકા મતદાન થયું છે.
 
અહીં ઉલ્લેખનીય છે કે આ તમામ બેઠકો પર કૉંગ્રેસના ધારાસભ્યો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. ત્યારબાદ તેઓ રાજીનામું આપીને ભાજપમાં ભળી ગયા હોવાથી આ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ હતી. પેટાચૂંટણીમાં ભાજપે એ જ પાંચ ઉમેદવારોને ટિકિટ આપી છે.
 
પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને માણાવદરથી અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા છે.
 
ગુજરાતની 25 બેઠકો પર 3 વાગ્યા સુધી કેટલું મતદાન થયું?
 
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. 25 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર 58.05 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 37.82 ટકા થયું છે.
 
અમરેલી અને પોરબંદર બે જ બેઠકો એવી છે જ્યાં 40 ટકાથી ઓછું મતદાન થયું છે.
 
આણંદ, બનાસકાંઠા, બારડોલી, ભરૂચ, છોટા ઉદેપુર અને સાબરકાંઠામાં 50 ટકા કરતાં વધારે મતદાન થયું છે.

03:52 PM, 7th May
ગુજરાતમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન નોંધાયું છે. સવારથી જ સૌથી વધુ મતદાનના આંકડામાં બનાસકાંઠા બેઠક આગળ હતી પરંતુ હવે વલસાડ બેઠક પર 58.05 ટકા મતદાન નોંધાયું છે. ત્યાર બાદ સાબરકાંઠા બેઠક પર 50.36 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ભરૂચમાં 54.90 અને બારડોલીમાં 51.97 ટકા મતદાન નોંધાયું છે. ખરી ગરમીમાં મતદારો મતદાન મથક સુધી પહોંચ્યા છે અને બમ્પર વોટિંગ કરી રહ્યાં છે.

webdunia
voting in gujarat


11:32 AM, 7th May
- અમરેલીની બેઠક ઉપરથી કૉંગ્રેસનાં ઉમેદવાર જેનીબહેન ઠુમ્મરે મતદાન કર્યું હતું. તેઓ ગુજરાત સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસની મહિલા પાંખનાં વડાં છે. તેમનાં માતા-પિતા આ બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યાં છે. જેનીબહેને વાવડી ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.
- મંગળવારે સવારે રૂપાલાએ તેમના વતન ઇશ્વરિયા ખાતે જ્યારે ધાનાણીએ પરા કન્યા શાળામાં સહપરિવાર મતદાન કર્યું હતું. એ પછી બંને ઉમેદવાર તેમના રાજકોટ જવા રવાના થયા હતા.
 
- આજે ક્ષત્રિય સમાજ કેસરિયા સાફા પહેરી ભાજપ વિરુદ્ધ મતદાન કરશે...ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ આ નિવેદન આપ્યું...આ તરફ પી.ટી. જાડેજાએ કહ્યું કે, આજે ક્ષત્રિય સમાજના લોકો મત પેટી પાસે જશે એટલે તેમને બેટી દેખાશે અને ભાજપ વિરુદ્ધ જ મતદાન થશે.
 
- 'વોટ કરો અને AMTS બસમાં ફ્રીમાં મુસાફરી કરો'
અમદાવાદમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે AMTSએ મહત્ત્વની જાહેરાત કરી છે. જેમાં મતદાન કરનારા મતદારો માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ છે. મફત મુસાફરી કરવા માટે મતદાતાએ સહી કરેલી આંગળી બતાવવી પડશે.


10:34 AM, 7th May
પહેલા બે કલાકમાં સીટ વાઈઝ વોટિંગ
 
કચ્છ - 8.79 
બનાસકંઠા 12.28 
પાટણ - 10.43 
મહેસાણા - 10.14 
સાબરકાંઠા 11.43 
ગાંધીનગર - 10.31 
અમદાવાદ ઈસ્ટ - 9.03 
અમદાવાદ વેસ્ટ - 7.23 
સુરેન્દ્રનગર - 9.43 
રાજકોટ -  9.77 
પોરબંદર - 7.84 
જામનગર -   8.55 
જુનાગઢ  - 9 .05 
અમરેલી  - 9.13 
ભાવનગર - 9.20 
આણંદ - 10.35 
ખેડા  - 10.20 
પંચમહાલ - 9.16 
દાહોદ - 10.94 
વડોદરા - 10.64  
છોટાઉદેપુર - 10.27
ભરૂચ - 10.78 
બારડોલી - 11.54 
નવસારી -  9.15 
વલસાડ - 11.65

મતદાન બાદ અમિત શાહનું મીડિયાને સંબોધન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 કલાક અને 20 મિનિટે 20 ટકા મતદાન થયું હોવાનો દાવો કર્યો હતો.

08:33 AM, 7th May
webdunia
Rupala votes to the beat of drums

-  કેસરી કોટીમાં પીએમ મોદી રાણીપની નિશાન સ્કૂલે વોટિંગ કરવા પહોંચ્યા, લગભગ અડધો કિલો મીટર ચાલીને આવ્યા
webdunia
pm modi
- ગુજરાતમાં રાજકોટ, જામનગરમાં સૌથી વધુ અસર, મતદાન મથકો પર લાઈનો લગાવી
- સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પર મતદાન શરૂ: રાજકોટમાં મતદારો ગરબે ઘૂમી લોકશાહીના પર્વને ઉજવ્યો, ભુજમાં સંતોએ લાઈન લગાવી, રૂપાલાએ ઢોલ-નગારાના તાલે મતદાન કર્યું
- દક્ષિણ ગુજરાતની 4 બેઠકો પર મતદાન શરૂ:સી.આર. પાટીલે પરિવાર સાથે મતદાન કર્યું, કપરાડામાં એક બુથ પર EVM શરૂ ન થતા મતદાન અટક્યું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો