ગુજરાતમાં મતદાન પૂરું થતા હવે સટ્ટાબજારમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી સીટો મળશે તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે. દિલ્હી સટ્ટાબજારના મતે ગુજરાતમાં ભાજપને ૨૨ સીટો અને કોંગ્રેસને ચાર સીટો મળી શકે તેમ છે. સટ્ટોડિયાઓ માની રહ્યાં છે કે લોકસભાક્ષેત્રમાં મતદાન પ્રમાણે એનાલિસીસ કર્યા બાદ નવા ભાવો એકાદ બે દિવસમાં ખુલશે. જેમાં કયા પક્ષને કેટલી સીટો મળશે તે નક્કી થઈ શકશે.લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ગઈ કાલે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે કોણ જીતશે અને કોણ હારશે. એવામા સટ્ટોડિયાઓ પણ પોત પોતાની રીતે બોલી બોલતા જોવા મળે છે. પણ આ બોલી ગુજરાત બહાર કરવામાં આવી રહી છે.જો એના ભાવની વાત કરવામા આવે તો સટ્ટાબજારમાં ભાજપની ૧૯ સીટ માટે ૩૦ પૈસા તેમજ ૨૦ સીટ માટે ૫૫ પૈસા અને ૨૨ સીટ માટે ૮૫ પૈસા ભાવ બજારમાં ચાલતો જોવા મળે છે. વાત છે મુંબઈની કે ત્યાં ભાવ જોવા મળે છે ભાજપ માટે. કેન્દ્રમાં ભાજપની ૨૪૧ સીટો અને કોંગ્રેસની ૮૦થી ૯૦ સીટો આવી શકે તેમ હોવાનું મુંબઈના સટ્ટોડિયા માની રહ્યાં છે. અને ભાવ લગાડી રહ્યાં છે.