Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હાર્દિક પટેલ બન્યા કોંગ્રેસી, સોનિયા બોલી - પીડિત બનવાની કોશિશ કરે છે પીએમ મોદી

હાર્દિક પટેલ બન્યા કોંગ્રેસી, સોનિયા બોલી - પીડિત બનવાની કોશિશ કરે છે પીએમ મોદી
ગાંધીનગર , મંગળવાર, 12 માર્ચ 2019 (15:52 IST)
. કોંગ્રેસની સર્વોચ્ચ નીતિ નિર્ધારણ એકમ કોંગ્રેસ કાર્ય સમિતિની અહી મંગળવારે બેઠક થઈ જેમા લોકસભા ચૂંટણી માટે રણનીતિકાર પર ચર્ચા સાથે જ આ સંકલ્પ લેવામાં આવ્યો કે ભાજપા નએ આરએસએસની ફાંસીવાદ અને ધૃણાની વિચારધારાને પરાજીત કરવામાં આવશે.  બેઠકમાં યૂપીએ ચેયરપર્સન સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી પર નિશાન સાધતા કહ્યુ કે નરેન્દ્ર મોદી ખુદ પીડિત બનવાની કોશિશ કરે છે. પણ અસલી પીડિત દેશની જનતા છે. સોનિયાએ કહ્યુ કે રાષ્ટ્રીય હિત સાથે સમજૂતી કરી રાજનીતિ કરવામા6  આવી રહી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યુ કે આ સમયે લોકો યૂપીએ સરકારની ઉપલબ્ધિયો  બતાવવાની જરૂર છે. કારણ કે વર્તમાન મોદી સરકાર ખોટો પ્રચાર કરી રહી છે. આટલુ જ નહી મોદી સરકારની નીતિયોને કારણે અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. 
 
હાર્દિક પટેલે થામ્યો કોંગ્રેસનો હાથ 
 
ગુજરાતમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક ખતમ થયા પછી  પાટીદાર નેતા હાર્દિક પટેલ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમા સામેલ થયા. કોંગ્રેસનો હાથ થામ્યા પછી હાર્દિકે કહ્યુ કે જેવુ રાહુલ કહેશે હવે એવુ જ કરીશ.  ગયા રવિવારે હાર્દિકે ટ્વિટર પર એલાન કર્યુ હતુ કે તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં 12 માર્ચના રોજ કોંગ્રેસમા સામેલ થશે. 
 
ભાજપાની વિભાજનની વિચારધારાને કરીશુ પરાજીત - રાહુલ 
 
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણીની રણનેતિ પર વિચાર વિમર્શ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા અને ગઠબંધન જેવા મુખ્ય મુદ્દા પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં સીડબલ્યુસી ની આ મહત્વપૂર્ણ બેઠક  થઈ. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં થયેલી આ મુખ્ય બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ  ગા6ધીએ ટ્વીટ કર્યુ કે ગાંધીજીની ઐતિહાસિક દાંડી માર્ચની વર્ષગાંઠ ના અવસર પર કોંગ્રેસ કાર્ય સમિતિએ આરએસએસ/ભાજપા ની ફાંસીવાદ, ઘૃણા, આક્રોશ અને વિભાજનની વિચારધારાને પરાજીત કરવાનો સંકલ્પ લીધો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાંગ્રેસ- સ્વતંત્રતા આંદોલનથી સત્તાના શિખર સુધી