Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Congress Manifesto Live Updates:કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો રજુ, MNREGA માં 150 દિવસમાં રોજગારનુ વચન

Congress Manifesto Live Updates:કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો રજુ, MNREGA માં 150 દિવસમાં રોજગારનુ વચન
નવી દિલ્હી. , મંગળવાર, 2 એપ્રિલ 2019 (13:03 IST)
લોકસભા ચૂંટણી 2019 માટે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી થોડીવારમાં કોંગ્રેસનુ ઘોષણાપત્ર (Congress Party Manifesto) રજુ કરશે. એવુ કહેવાય રહ્યુ છેકે કોંગ્રેસ ઘોષણાપત્રમાં અનેક લોક-લોભાવણુ વચનોનુ એલાન કરી શકે છે. 
 
LIVE Updates:

મંગળવારે કૉંગ્રેસ દ્વારા ચૂંટણીઢંઢેરો 'જનઆવાઝ ઘોષણાપત્ર' બહાર પાડવામાં આવ્યો, આ કાર્યક્રમમમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અન્ય કૉંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા.

પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરને મૅનિફેસ્ટો તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.

'ગરીબી પર પ્રહાર'

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કહેવ પ્રમાણે કૉંગ્રેસ પાર્ટી દ્વારા તબક્કાવાર ન્યાય (ન્યૂનતમ આય યોજના) લાગુ કરવામાં આવશે. દેશના સૌથી ગરીબ 20 ટકા પરિવારોને વાર્ષિક રૂ. 72 હજારની સહાય કરવામાં આવશે.

ગાંધીના કહેવા પ્રમાણે આ યોજનાથી દેશના એક અબજ 30 કરોડ નાગરિકોમાંથી 25 કરોડ લોકોને તેનો લાભ મળશે.

ભાજપે આ જાહેરાતને 'ગતકડું' અને અર્થશાસ્ત્રીઓએ તેને 'બેજવાબદાર' ગણાવી છે.

નોકરીઓ : ગાંધીના કહેવા પ્રમાણે જો તેમની સરકાર ચૂંટાશે તો 31મી માર્ચ 2020 સુધીમાં ખાલી પડેલી 22 લાખ જગ્યાઓને ભરશે.

મહિલા સશક્તિકરણ : કૉંગ્રેસે કેન્દ્રીય નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની વાત કહી છે. આ સિવાય લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં 33 ટકા રિઝર્વેશનની જોગવાઈ કરતું મહિલા અનામત બિલ પસાર કરવામાં આવશે, જે લાંબા સમયથી પડતર છે.

આરોગ્ય સેવા : કૉંગ્રેસે વાયદો કર્યો છે કે 2024 સુધીમાં કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીના ત્રણ ટકા રકમ આરોગ્યક્ષેત્ર પાછળ ખર્ચવામાં આવશે. જે હાલના ખર્ચ કરતાં બમણી જોગવાઈ હશે.

સરકારી હૉસ્પિટલ્સમાં મફતમાં દવા અને નિદાન કરી આપવામાં આવશે. આ સિવાય મેડિકલ કૉલેજોની સંખ્યા વધારવામાં આવશે તથા તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે.

શિક્ષણ : નાણાકીય વર્ષ 2023-24 સુધીમાં શિક્ષણક્ષેત્રે ખર્ચ વધારીને જીડીપીના છ ટકા કરવાની જાહેરાત કરી છે. વર્ષ 2018માં આ દર 2.7 ટકાનો રહ્યો હતો.

બાબુશાહી દૂર કરાશે : ગાંધીએ વાયદો કર્યો છે કે જો તેમની સરકાર સત્તા ઉપર આવશે તો નવા ધંધા-ઉદ્યોગોને સ્થાપવા માટેના નિયમોને હળવા કરાશે તથા કરરાહતો આપવામાં આવશે, બૅન્ક લોન સરળ કરવામાં આવશે.

નવા ઉદ્યોગ-ધંધામાં રોકાણ કરનારા ઉપર કોઈ ટૅક્સ નહીં લાગે અને શરૂઆતના ત્રણ વર્ષ દરમિયાન કોઈ સરકારી મંજૂરી નહીં લેવી પડે. જેથી કરીને રોજગારનું સર્જન થાય.

ચિદમ્બરમે કહ્યું, "મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ચાર કરોડ 70 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી હતી, મોદીએ વાર્ષિક બે કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું."

"જ્યારે નાબાર્ડના સરવે પ્રમાણે, દરેક ખેડૂત ઉપર સરેરાશ રૂ. એક લાખ ચાર હજારનું દેવું છે, જ્યારે મહિલાઓ તેમની અને તેમના સંતાનોની સુરક્ષા અંગે ચિંતા છે."

ચિદમ્બરમે કહ્યું કે અમે 'સંપત્તિનું સર્જન કરીશું અને લોકકલ્યાણ કરીશું'

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના કહેવા પ્રમાણે, "પાર્ટી સર્વાંગી વિકાસમાં માને છે અને 2030 સુધીમાં ગરીબીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મેળવી શકીશું."

રાહુલ ગાંધીએ કહ્યું, "મોદી દરરોજ જૂઠ્ઠું બોલે છે, એટલે ઘોષણાપત્રકના ઘડતર સમયે સૂચના આપી હતી કે તેમાં 'એકપણ જૂઠ' ન હોવું જોઈએ, એવી સ્પષ્ટ સૂચના મેં ચિદમ્બરમને આપી હતી."

'ન્યાય' યોજના દ્વારા કૉંગ્રેસ પાર્ટી દેશના 20 ટકા સૌથી વધુ ગરીબોને વાર્ષિક રૂ. 72 હજાર આપીશું, જેથી નોટબંધી અને જીએસટીને કારણે ખોરંભે પડેલી અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવી શકાય.

 
22 લાખ ખાલી પડેલી જગ્યાઓને ભરવામાં આવશે
 
ગ્રામપંચાયતોને તથા 22 લાખ ખાલી પડેલી જગ્યાઓને ભરવામાં આવશે. પ્રથમ ત્રણ વર્ષ માટે ઉદ્યોગસાહસિકે કોઈ મંજૂરી નહીં લેવી પડે. ઉપરાંત મનરેગા હેઠળ વાર્ષિક 150 દિવસનો રોજગાર આપવામાં આવશે.
 
અલગ કૃષિ બજેટ તૈયાર કરવામાં આવશે, જેથી કરીને તેમની ઉપર કેટલી રકમ ખર્ચવામાં આવે છે, જેનો તેમને અંદાજ આવે. દેવું નહીં ચૂકવી શકનાર ખેડૂતની સામે ફોજદારીના બદલે દિવાની ખટલો ચલાવવામાં આવશે. 
 
આ પહેલા કોંગ્રેસ પાર્ટી ઘોષણાપત્ર સમિતિના સભ્ય ભાલચંદ્ર મુંગેકરે જણાવ્યુ કે પાર્ટી સત્તામાં આવતા રાફેલ ડીલની તપાસ કરાવશે. તેમણે જણાવ્યુ જ્યરે અમે સત્તામાં આવીશુ તો પહેલા જ દિવસથી અમે રાફેલ લડાકૂ વિમાન સૌદાની તપાસ શરૂ કરીશુ અને અમે આ ઘોષણાપત્રમાં પણ સામેલ કર્યુ છે. 
 
કોંગ્રેસ પોતાના ઘોષનાપત્રમાં ન્યાય યોજના હેઠળ ગરીબ પરિવારને 72 હજાર રૂપિયા આપવાના મહત્વપૂર્ણ વચનો પર ગ્રીન સિગ્નલ આપી શકે છે. થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ વચન આપ્યુ હતુ કે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો છ મહિનાની અંદર આ યોજના લાગૂ કરવામાં આવશે. જેના હેઠળ કોંગ્રેસ દેશના 20 ટકા સૌથી ગરીબ પરિવારને વાર્ષિક 72000 રૂપિયા આપશે. 
 
યુવાઓને નોકરી આપવાનુ વચન 
 
કોંગ્રેસ ઘોષણાપત્રમાં 22 લાખ યુવાઓને નોકરી આપવાનુ વચન પણ કરી શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ એ પદ છે જે એનડીની સરકારના કાર્યકાળ દરમિયાન ભરવામાં ન આવ્યા.  કોંગ્રેસ જો સત્તામાં આવે છે તો આ પદને 31 માર્ચ 2020 સુધી ભરવામાં આવશે. 

ત્રણ તલાક કાનૂન
કાંગ્રેસ માટે ત્રણ તલાક કાનૂન પણ એક મોટું મુદ્દા છે. કાંગ્રેસનો માનવું છે કે આ કાનૂનમાં ઘણી ખામીઓ છે. કાંગ્રેસ ઘોષણા પત્રમાં તેને રદ્દ કરવાની જાહેરાત પણ કરી શકે છે. 

* ગરીબ પરિવારને વર્ષમાં 72000 રૂપિયા આપશે -રાહુલ ગાંધી 
*6 મહીનાની અંદર કાંગ્રેસ 22 લાખ સરકારી નોકરી આપશે -રાહુલ ગાંધી 
* ખેડૂતો માટે જુદો બજેટ બનાવશે - રાહુલ ગાંધી 
* મનરેગામાં રોજગારની 100 થી વધારીને 150 કરાશે - રાહુલ ગાંધી 
* કર્જ નહી ચૂકાવનાર ખેડૂતો પર અપરાધીલ કેસ નહી  લાગશે.  -રાહુલ ગાંધી 
* ગ્રામ પંચાયનમાં 10 લાખ નોકરી -રાહુલ ગાંધી 
* સરકારી હોસ્પીટલને મજબૂત કરવાના કામ કરીશ - રાહુલ ગાંધી 
* શિક્ષા અને સ્વાસ્થય ભારતના વિકાસ માટે ખૂબ જરૂરી - રાહુલ ગાંધી 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યપ્રધાન રૂપાણીના નિવેદન બાદ પણ નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ