જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ 12 રાશિઓમાં દરેકની કોઈ એક રાશિ હોય છે. જૂનનો મહિનો અનેક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે જ્યારે કે કેટલીક રાશિવાળાને સતર્ક રહેવુ પડશે. જાણો જૂનમાં કંઈ રાશિઓની આર્થિક સ્થિતિ સુધરશે અને પ્રમોશન મળવાના યોગ બનશે. જાણો કેવો રહેશે તમારે માટે જૂન મહિનો.
1. મેષ - મેષ રાશિવાળા માટે આ મહિનો શુભ રહેવાનો છે. આ મહિને તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. શત્રુઓ પર વિજય મેળવશે. કાર્ય-કચેરીના મામલાનો નિપટારો થઈ શકે છે. ધન લાભના યોગ બનશે. વિદ્યાર્થીઓનુ મન અભ્યાસમાંથી હટી જશે.
2. વૃષભ - આ મહિનો તમારે માટે શાનદાર રહેવાનો છે. આર્થિક મામલામાં તમે સફળતા મેળવશો. ભાગીદારીના કામમાં લાભ થઈ શકે છે. કેરિયરમાં ફેરફારની શક્યતા છે. લાબા સમયથી અટકેલા કાર્ય પુરા થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
3. મિથુન આ અઠવાડિયે તમને આર્થિક મોરચે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. જૂનના મધ્યમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પ્રેમ જીવન અને સંબંધો મજબૂત રહેશે. આત્મવિશ્વાસ વધશે. તમારા ક્રોધ પર નિયંત્રણ રાખો.
4. કર્ક - કર્ક રાશિવાલા ગુસ્સા પર કાબુ રાખે. આ મહિનામાં માતાપિતા સાથેના સંબંધો વધુ બગડી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કામનો તણાવ આવી શકે છે. આ મહિનામાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. વિવાહિત જીવન પીડાદાયક રહેશે.
5. સિંહ - આ મહિને તમારો ભાગ્યોદય થશે. આ મહિના દરમિયાન તમારી આવક વધી શકે છે. જોકે ખર્ચમાં પણ વધારો થશે. કર્જ અને માંદગી તણાવ તરફ દોરી શકે છે. આ મહિનામાં દરેક કામ સાવધાનીપૂર્વક કરો. ગુસ્સાથી બચો.
6. કન્યા- આ મહિનો તમારા માટે મિશ્રિત રહેવાનો છે. સબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે. આ મહિનામાં નવી વસ્તુઓ શીખવામાં રુચિ રહેશે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો. રોકાણથી પહેલા મોટાની સલાહ જરૂર લો.
7. તુલા .- આ મહિનો તમારા માટે શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ મજબૂત રહેશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. વેપારીઓને નફો થઈ શકે છે. કેરિયર માટે આ સારો સમય છે.
8. વૃશ્ચિક- આ મહિનામાં તમને ઘણા સારા સમાચાર મળી શકે છે. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. સંપત્તિ સંબંધિત તમે બાબતોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. બિનજરૂરી પૈસા ખર્ચ થઈ શકે છે.
9. ધનુ- કાર્યને કારણે તમારે યાત્રા કરવી પડી શકે છે. કોઈની નિકટની વ્યક્તિ સાથેના સંબંધો બગડી શકે છે. આ મહિનામાં તમને સફળતાનુ ફળ મળશે. આરોગ્યનું ધ્યાન રાખો.
10. મકર- આ મહિને તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આર્થિક મોરચે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે.
11. કુંભ- નોકરી કે ધંધામાં સારા સમાચાર મળી શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધો મધુર રહેશે. આર્થિક મામલામાં ધૈર્ય કાયમ રાખો. . વિદ્યાર્થીઓ માટે આ મહિનો શુભ છે
12. મીન - મીન રાશિના જાતકો માટે આ મહિનો પડકારોથી ભરપુર રહેશે. કરિયરમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આરોગ્યનુ ધ્યાન રાખો.