રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ (આરઆઈએનએલ), વિશાખાપટ્ટનમે જુદા જુદા પદ માટે 559 વેકેંસી કાઢી છે. ઈચ્છુક ઉમેદવાર 21 ઓગટ 2019 સુધી એપ્લાય કરી શકે છે. તેમા જૂનિયર અને ઓપરેટર કમ મહીન ટ્રેની પદ પર નોકરી આપવામાં આવશે.
આ પદ પર છે વેકેંસી
કુલ પદ 530
અનારક્ષિત 213
જૂનિયર ટ્રેની મેકેનિકલ 260 (જનરલ-104)
ઈલેક્ટ્રિલ 115 (જનરલ 46)
મેટાલોજી 86 (જનરલ 35)
ઈલેક્ટ્રોનિક્સ 05 (જનરલ 2)
ઈસ્ટુમેંટેશન 09 (જનરલ 04)
સિવિલ 02 (જનરલ 01)
રિફૈક્ટરી 10 (જનરલ 04)
ઓપરેટર કમ મશીન માટે 29 (જનરલ 13)
યોગ્યતા - આ પદ માટે એપ્લાય કરનારા સામાન્ય શ્રેણીના કૈડિડેટ્સની પાસે આઈટીઆઈ કે એંજિનિયરિંગમાં 60% નંબર સાથે ડિપ્લોમા હોવો જોઈએ. એસસી/એસટી કૈડિડેટ્સ પાસે આઈટીઆઈ કે એંજિનિયરિંગમાં 50 ટકા હોવા જોઈએ. આ ઉપરાંત ઈંટરમીડિએટ/બીએ/બીએસસી ઉમેદવાર પણ અરજી કરી શકે છે. આ પદ માટે બીઈ/બીટેક/એમબીએ/બીએચએમસ/બીએલ કે પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોની અરજી સ્વીકાર નહી કરવામાં આવે.
કેડિડેટ્સની વય 18થી 27 વર્ષ સુધીની હોય. ઓબીસી માટે ત્રણ, એસસી/એસટી માટે પાંચ અને દિવ્યાંગ માટે 10 વર્ષની છૂટ છે.
કેવી રીતે કરશો એપ્લાય
-www.vizagsteel.com પર જાવ
- કેરિયરમાં રિક્રુટમેંટ ઈંફોર્મેશન સેક્શનમાં જૂનિયર ટ્રેમી રોક્રૂટમેંટ અને ઓસીએમ ટ્રેની પર ક્લિક કરો
- ઓનલાઈન અરજી માટે આ વિંડો પર ક્લિક હિયર ટુ રજિસ્ટર ફોર જૂનિયર ટ્રેની રિક્રુટમેંટ પર ક્લિક કરો
- નવા યુઆરએલ પર ક્લિક હિયર ફોર ન્યુ રજિસ્ટ્રેશન' પર ક્લિક કરી કંટિન્યુ કરી ક્લિક કરો
- પાસપોર્ટ સાઈઝ ફોટો, હસ્તાક્ષર અન્ય દસ્તાવેજોને સ્કેન કરી અપલોડ કરો.
- પ્રિવ્યુ ટૈબ પર ક્લિક કરો. ભરેલા ફોર્મમાં કોઈ ભૂલ હોય તો એડિત કરી ઠીક કરો.
- ફાઈનલ સબમિટ પર ક્લિક કરી ફી જમા કરો
- ઓટો જેનરેટેડ ફોર્મની પ્રિટઆઉટ લો.
પગાર
આ પદ માટે સેલેરી 16800 રૂપિયા મળશે. ટ્રેનિંગ દરમિયાન પ્રથમ વર્ષ 10700 અને બીજા વર્ષે 12200 રૂપિયાનુ સ્ટાઈપેંડ મળશે.
આ રીતે થશે સિલેક્શન
કૈડિડેટ્સનુ સિલેક્શન ઓનલાઈન પરીક્ષા, સર્ટિફિકેટ વેરિફિકેશન અને મેડિકલ તપાસના આધાર પર થશે. પેપર બે ભાગમાં રહેશે. પહેલુ પેપર જનરલ એપ્ટીટ્યુડ, જનરલ અવેયરનેસ અને ઈગ્લિંશ નૉલેજના સવાલ રહેશે.
બીજા પેપરમાં સંબંધિત વિષય સાથે જોડાયેલ સવાલ હશે. પેપર ઈગ્લિશ અને તેલુગુમાં હશે. સેલેક્શન પછી બે વર્ષની ટ્રેનિંગ આપવામાં આવશે. આઈટીઆઈ ઉમેદવારોને એક વર્ષ માટે રાષ્ટ્રીય કૌશલ વિકાસ કેન્દ્રમાં ખાસ ટ્રેનિંગ મળશે.