Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

JEE Main Result 2020: 24 વિદ્યાર્થીઓને પ્રાપ્ત કર્યા 100 ટકા, સૌથી ટોપ ગુજરાતનો નિસર્ગ ચઢ્ઢા

JEE Main Result 2020: 24 વિદ્યાર્થીઓને પ્રાપ્ત કર્યા 100 ટકા, સૌથી ટોપ ગુજરાતનો નિસર્ગ ચઢ્ઢા
, શનિવાર, 12 સપ્ટેમ્બર 2020 (11:15 IST)
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ જેઇઇ મેન્સ રિઝલ્ટની જાહેરાત કરી છે. તેમાં કુલ 24 વિદ્યાર્થીઓએ 100 ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે અને સૌથી ટોપ પર ગુજરાતના નિસર્ગ ચઢ્ઢાનું નામ છે. 
 
ગુજરાતના વડોદરાના નવઅર્ચના સ્કૂલના વિદ્યાર્થી નિસર્ગ ચઢ્ઢાએ JEE Main ને સપ્ટેમ્બરમાં પણ 100% પ્રાક્ત કરી લિસ્ટમાં ટોપ પોઝિશન પ્રાપ્ત કરી છે. જાન્યુઆરીમાં યોજાયેલી પરીક્ષામાં તેણે 100% હતા. વડોદરાના યૂરોલોજી સ્પેશ્યાલિસ્ટ ડો અમિત અને ડો અમોલ ચડ્ઢાના પુત્ર નિસર્ગનું સપનું ફિજિક્સ વિષયમાં રિસર્ચ કરીને વૈજ્ઞાનિક બનવાનું છે. 2018માં ધોરણ 10માં 98% ટકા પ્રાપ્ત કર્યા બાદ જેઇઇની તૈયારી કરવા લાગ્યો હતો. 
 
આ રીતે જુઓ પરિણામ
 
સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જાવ. જેઇઇ મેન રિઝલ્ટ માટે 'ડાઉનલોડ રિઝલ્ટ' પર ક્લિક કરો. લોગઇનની જાણકારી ભરો. રિઝલ્ટ ડાઉનલોડ કરો અને પ્રિંટઆઉટ નિકાળી લો. 
 
તમને જણાવી દઇએ કે જેઇઇ મેન પરીક્ષા ખૂબ મુશ્કેલીઓ પછી 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ હતી અને 6 સપ્ટેમ્બર સુધી ચાલી હતી. જેઇઇ મેન એક્ઝામ 2020માં 8,58,273 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 
 
JEE Main પરીક્ષા માટે જાન્યુઆરી સત્ર દરમિયાન ઉપસ્થિત કુલ રજિસ્ટર્ડ ઉમેદવારોના 94.32 ટકા રહ્યા હતા. દેશની એન્જીનિયરિંગ કોલેજોમાં એડમિશન માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE Main નું આયોજન વર્ષમાં બે વખત થાય છે. ગત પરીક્ષા આ વર્ષે જાન્યુઆરીમાં યોજાઇ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કંગનાએ શિવસેના પર કર્યો પ્રહાર, કહ્યું ‘ક્રૂરતા-અન્યાય ગમે તેટલો શક્તિશાળી હોય, જીત હંમેશા ભક્તિની થાય છે’