JEE Advanced Result 2020: આઈઆઈટી (દિલ્હી) દ્વારા આજે જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE MAINS) એડવાન્સ્ડ 2020 નું પરિણામ જાહેર કરાયું છે. તમે jeeadv.nic.in પર જેઇઇ એડવાન્સ્ડની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને તમારા પરિણામો ચકાસી શકો છો
ઉલ્લેખનીય છે કે આ માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે અને જેઇઇ એડવાન્સ 2020 ના સૂચના પર ક્લિક કરવું પડશે. આ પછી, તમારી જન્મ તારીખ અને અન્ય માહિતી પૂછવામાં આવશે. તેને સબમિટ કર્યા પછી, તમારું પરિણામ તમારી સામે આવશે
તમને જણાવી દઈએ કે JEE એડવાસની પરીક્ષા 27 સપ્ટેમ્બરના રોજ યોજાઇ હતી. જો કે, આ પરીક્ષાને લઈને ઘણો હંગામો થયો હતો. આ પરીક્ષા સવારે 9 થી 12 અને બપોરે 2.30 થી 5.30 દરમિયાન બે શિફ્ટ વચ્ચે લેવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે 1,60,831 ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી હતી. 9 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
પરિણામ જાહેર કરવાને લઈને આઈઆઈટી દિલ્હીએ એક નોટિસ પાઠવી હતી. જેમાં જણાવાયું હતું કે પરીક્ષાનું પરિણામ 5 ઓક્ટોબર એટલે કે આજે સવારે જાહેર કરવામાં આવશે. બધા ઉમેદવારોએ જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) સાથે નોંધણી કરાવી છે. સાથે જ કાઉન્સલિંગની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. બેઠકો મેરીટના આધારે ફાળવવામાં આવશે. કાઉન્સલિંગની પ્રક્રિયા 6 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. તેમજ આ વખતે કાઉન્સલિંગ 7 તબક્કામાં નહીં પણ 6 તબક્કામાં યોજવામાં આવશે.