Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CTET 2021 પરીક્ષાઓની તારીખ થઈ જાહેર, આ વખતે પરીક્ષા ઓનલાઈન યોજાશે

CTET 2021 પરીક્ષાઓની તારીખ થઈ જાહેર, આ વખતે પરીક્ષા ઓનલાઈન યોજાશે
, શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (15:16 IST)
CTET 2021 Registration: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) ની તારીખો જાહેર કરી છે. CTET 15 મી આવૃત્તિની પરીક્ષા 16 ડિસેમ્બર 2021 થી 13 જાન્યુઆરી 2022 સુધી CBT (Computer Based Test) મોડમાં લેવામાં આવશે. આ પરીક્ષા દેશભરમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે. CBSE દર વર્ષે સરકારી સ્કૂલોમાં શિક્ષકોની યોગ્યતા પરીક્ષા CTET નું આયોજન ઓફલાઇન મોડમાં કરે છે. આ વર્ષથી પરીક્ષાના મોડમાં ફેરફાર કરતા તેને ઓનલાઇન આયોજિત કરવામાં આવશે.
 
પરીક્ષા, અભ્યાસક્રમ, પાત્રતા માપદંડ, પરીક્ષા ફી, પરીક્ષા શહેર અને મહત્વની તારીખો વગેરેની વિગતવાર માહિતી બુલેટિન ctet.nic.in પર CTET ની સત્તાવાર વેબસાઇટ પર ટુંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારોએ COVID-19 ની ગાઇડલાઇન સાથે પરીક્ષા આપવાની રહેશે. બોર્ડનું કહેવું છે કે, ઓનલાઇન પરીક્ષા આયોજિત થવાની પ્રક્રિયામાં તેજી આવશે.
 
બોર્ડએ CTET એક્ઝામના વર્તમાન સિલેબસ અને પેટર્નમાં પણ ફેરફાર કર્યો છે. પ્રશ્નપત્રોને વાસ્તવિક જ્ઞાન અને અધિક વૈચારિક સમજ, સમસ્યા-સમાધાન, તર્ક અને મહત્વપૂર્ણ વિચારની આકારણી કરવા માટે તૈયાર કરવામાં આવશે. બોર્ડએ 30 જુલાઇના રોજ નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે, પરીક્ષા ડિસેમ્બર 2021 થી જાન્યુઆરી 2022 સુધી આયોજિત થશે. પરીક્ષાની તારીખો હવે જાહેર થઇ ગઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Punjab Crises: કૈપ્ટન અમરિંદર સિંહે પણ બોલાવી કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક, ચંડીગઢ પહોંચ્યા રાહુલ માર્ગદર્શક